WhatsApp Statusની જેમ 24 કલાકમાં ગાયબ થઇ જશે મેસેજ, આવી રહ્યું છે આ ખાસ ફિચર....
1/5
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપના (WhatsApp) દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે. એપ પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ લાવતુ રહે છે. કંપનીએ પોતાના યૂઝર્સ માટે ચેટિંગથી લઇને કૉલિંગ સુધીની ખાસ સુવિધા આપી છે.
2/5
હવે અમે અહીં એક એવા નવા ફિચરની વાત કરીએ છીએ, જેમાં વૉટ્સએપ એક એવુ ફિચર લઇને આવી રહ્યું છે જેમાં તમારા સ્ટેટસની જેમ મેસેજ પણ 24 કલાકમાં ઓટોમેટિક ડિલીટ થઇ જશે. હાલ આ ફિચરમાં સમય સીમા સાત દિવસની નક્કી કરવામાં આવી છે. એટલે કે આ ફિચરને ઇનેબલ કર્યા બાદ મોકલવામાં આવેલા મેસેજ સાત દિવસ બાદ ગાયબ થઇ જાય છે. વળી હવે કંપની આમાં ફેરફાર કરવા જઇ રહી છે.
3/5
24 કલાકમાં ગાયબ થઇ જશે મેસેજ.... WhatsAppના અપડેટ પર નજર રાખનારી વેબસાઇટ WABetaInfoનુ માનીએ તો એપના નવા વર્ઝનમાં આ ખાસ ડિસઅપેયરિંગ મેસેજ ફિચરને એડ કરવામાં આવી રહ્યું છે.
4/5
વેબસાઇટ અનુસાર વૉટ્સએપના iOS વર્ઝનમાં આ નવા ફિચરનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આના દ્વારા સેન્ડ કરવામં આવેલા વૉટ્સએપ મેસેજ 24 કલાક બાદ ઓટોમેટિક ગાયબ થઇ જશે. જોકે, આ યૂઝર પર ડિપેન્ડ કરશે કે તે આ ફિચરને ઇનેબલ કરે છે કે નહીં.
5/5
જલ્દી થઇ શકે છે રૉલઆઉટ...... આ નવા ફિચરમાં 24 કલાકની સાથે સાથે સાત દિવસ વાળી સુવિધા પણ હશે. WhatsAppના ડિસઅપેયરિંગ મેસેજ ફિચરમાં હજુ સાત દિવસની સમયસીમા છે. કંપનીનુ આ નવુ ફિચર પર્સનલ ચેટ અને ગૃપ ચેટ બન્ને માટે અવેલેબલ કરવામાં આવ્યુ હતુ. આ ફિચર iOS અને Android બન્ને પ્લેટફોર્મ પર રૉલઆઉટ કરવામાં આવશે. હાલ આનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, અને આશા રાખવામાં આવી રહી છે કે આ ફિચર બહુ જલ્દી યૂઝર્સ માટે રૉલઆઉટ કરી દેવામાં આવશે.
Published at : 27 Apr 2021 11:15 AM (IST)