WhatsApp લાવી રહ્યું છે આ ત્રણ મજેદાર ફિચર્સ, બદલાઇ જશે ચેટિંગ કરવાનો અનુભવ
1/4
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સ માટે જલ્દી ત્રણ મજેદાર ફિચર્સ લઇને આવી રહ્યું છે. આમાં Multi Device Support ફિચર, Disappearing Mode ફિચર, View Once ફિચર એપ સામેલ છે. આવો જાણીએ આ ત્રણ નવા ફિચર્સ આવ્યા બાદ યૂઝર્સને ચેટિંગમાં શું ફેરફાર આવશે, જાણો ફિચર્સના કામ વિશે......
2/4
Multi Device Support ફિચર- WhatsAppના મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચરને કંપની જલ્દી જ લૉન્ચ કરી શકે છે. આ ફિચર પહેલા યૂઝર્સ ફક્ત એક ડિવાઇસમાં એક WhatsApp એકાઉન્ટ એક્ટિવેટ રાખી શકતા હતા. જો હાલની વાત કરીએ તો WhatsApp એકાઉન્ટ એક ડિવાઇસમાં લૉગ-ઇન રહી શકે છે, અને આમ છતાં જો તમે અન્ય ડિવાઇસમાં WhatsApp લૉગ-ઇન કરો છો તો, પહેલા વાળા ડિવાઇસમાં WhatsApp એકાઉન્ટ ઓટોમેટિક લૉગ-આઉટ થઇ જાય છે. આ નવા ફિચરના આવ્યા બાદ યૂઝર્સની આ પરેશાન દુર થઇ જશે.
3/4
Disappearing Mode ફિચર- WhatsApp જલ્દી ડિસઅપેયરિંગ મૉડ ફિચર પણ રૉલઆઉટ કરી શકે છે. ડિસઅપેયરિંગ મૉડ ફિચરને યૂઝર્સ પર્સનલ ચેટ માટે ઇનેબલ કરી શકશે. આ ફિચરમાં ચેટના મેસેજ એક અઠવાડિયામાં ઓટોમેટિક ડિલીટ થઇ જશે. આ ફિચર એકાઉન્ટની તમામ ચેટ અને ગૃપ્સ માટે ડિફૉલ્ટ રીતે ડિસઅપેયર થનારા મેસેજનુ ફિચર ઓન થઇ જશે, જેનાથી તમામ ચેટ એક અઠવાડિયામાં ઓટોમેટિક ડિસઅપેયર થઇ જશે.
4/4
View Once ફિચર- આજકાલ ફિચર્સ ઉપરાંત WhatsApp યૂઝર્સ માટે View Once ફિચર પમ લઇને આવવાના છે. આ ફિચર દ્વારા મેસેજ સીન થયા બાદ ગાયબ થઇ જશે. આ ફિચરના બાદ મેસેજ રિસિવર મેસેજ અને મીડિયા ફાઇલને ફક્ત એકવાર જોઇ શકશો. જ્યારે યૂઝર એકવાર મેસેજને જોઇ લેશો ત્યારબાદ ઓટોમેટિક ગાયબ થઇ જશે.
Published at : 08 Jun 2021 10:15 AM (IST)