WhatsApp યૂઝર્સને બહુ જલ્દી મળવાના છે આ શાનદાર ફિચર્સ, તમારી ચેટને બનાવી દેશે મજેદાર, જાણો શું છે.....
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી પૉપ્યૂલર એપમાં સામેલ વૉટ્સએપ (WhatsApp) આજકાલ કેટલાક શાનદાર ફિચર્સને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે પણ વૉટ્સએપે કેટલાય શાનદાર ફિચર્સ (WhatsApp Features) યૂઝર્સ માટે લૉન્ચ કરવામાં આવ્યા હતા, જેને લોકોએ ખુબ પસંદ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૉટ્સએપ બહુ જલ્દી સ્ટીકર સજેસન (WhatsApp Stickers) અને એપ કલર ફિચર (App Color Feature) એડ કરી શકે છે. હાલ આ બન્ને ફિચરનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ બન્ને ફિચર એન્ડ્રોઇડ (WhatsApp Android) અને આઇઓએસ (WhatsApp iOS) બન્ને માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
ચેટ દરમિયાન મળશે સ્ટીકરનુ સૂચન વૉટ્સએપ એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે, જેમાં યૂઝર્સને ચેટ દરમિયાન શબ્દોના આધાર પર સ્ટીકરનુ સૂચન મળશે. યૂઝર્સ શબ્દની જગ્યાએ તે સ્ટીકરને મોકલીને પોતાની વાત બેસ્ટ રીતે વ્યક્ત કરી શકશે. આનાથી તેમનો સમય પણ બચશે અને ચેટિંગ ખુબ એટ્રેક્ટિવ થઇ જશે. આજકાલ મોટા ભાગના લોકો ઇમૉજીનો ઉપયોગ ચેટિંગ દરમિયાન કરે છે. આ ફિચર હાલ ટેસ્ટિંગ મૉડમાં છે, અને જલ્દી જ લૉન્ચ કરવામાં આવી શકે છે.
બદલી શકાશે એપ કલર વૉટ્સએપ એક અન્ય ફિચર પર પણ કામ કરી રહ્યું છે, જે અંતર્ગત તમે તમારી એપની અંદર કલર બદલી શકો છો. આ ફિચર તમને તમારી ચેટબૉક્સ અને ટેક્સ્ટનો કલર બદલવાની પરમીશન આપશે. વૉટ્સએપના આ ફિચરનો ઉદેશ્ય યૂઝરના ચેટ એક્સપીરિયરન્સને બેસ્ટ બનાવવાનો છે. આ બધા ઉપરાંત વૉટ્સએપ ચેટ્સ સાથે જોડાયેલા અન્ય ફિચર પર પણ કામ કરી રહ્યું છે, સતત વૉટ્સએપ ઇમૉજી અને અનિમેટેડ સ્ટીકર્સને અપડેટ કરતુ રહે છે, જેને યૂઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.
આ ફિચર પર પણ ચાલી રહ્યું છે કામ વૉટ્સએપ એક એવા ફિચર પર પણ કામ કરી રહ્યું છે, જેના દ્વારા યૂઝર્સ એક જ એકાઉન્ટને કેટલાય ડિવાઇસમાં લૉગ ઇન કરી શકશે. આ ઉપરાંત વૉટ્સએપ પર વીડિયો મોકલતી વખતે તેમના અવાજને મ્યૂટ કરનારા ફિચર પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ વર્ષના અંત સુધી વૉટ્સએપ તમામ નવા ફિચર લૉન્ચ કરી દેશે.