વિશ્વના 5 સૌથી ઝડપી 5 જી સ્માર્ટફોન, જુઓ સંપૂર્ણ યાદી
MOTO G 5G PLUS: મોટોરોલાનો MOTO G 5G PLUS સ્માર્ટફોન બ્રાઝિલમાં 5G ડાઉનલોડ સ્પીડની રેસમાં સૌથી આગળ રહ્યો છે. જો આપણે સ્પીડની વાત કરીએ તો તેની 5G ડાઉનલોડ સ્પીડ 358.39 Mbps છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPHONE 13 PRO MAX: iPhone 13 Pro Max બ્રાઝિલ, વિયેતનામ, જર્મની, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં સૌથી ઝડપી 5G સ્પીડને સપોર્ટ કરવામાં સક્ષમ છે. Appleનો આ સ્માર્ટફોન સૌથી ઝડપી 5G સ્માર્ટફોન તરીકે ઉભરી આવ્યો છે.
ONEPLUS 9 5G: OnePlus 9 ચીન અને જર્મનીમાં આગળ રહ્યાં છે. OnePlus 9 ની 5G ડાઉનલોડ સ્પીડ 349.15 Mbps છે. રિપોર્ટમાં OnePlus 9ને બંને દેશોનો સૌથી ઝડપી 5G સ્માર્ટફોન ગણવામાં આવ્યો છે.
HUAWEI P40 5G: Huawei P40 5G સ્માર્ટફોન ચીનમાં સૌથી આગળ છે. તેની 5G ડાઉનલોડિંગ સ્પીડ 344.41 Mbps છે. અન્ય માહિતી તરીકે તમને જણાવી દઈએ કે અમેરિકા, જર્મની, જાપાન અને થાઈલેન્ડમાં iPhone 14 Pro Max સૌથી ઝડપી 5G સ્માર્ટફોન તરીકે ઉભરી આવ્યો છે.
POCO X4 PRO 5G: બ્રાઝિલમાં, Poco X4 Pro એ તેની 5G ડાઉનલોડ સ્પીડ 355.43 Mbps રેકોર્ડ કરી છે. MOTO G 5G PLUS પછી આ બીજો સૌથી ઝડપી 5G ફોન છે.