24GB રેમ અને 144Hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લેની સાથે શ્યાઓમી લૉન્ચ કરી શકે છે એક દમદાર ફોન, જાણો પુરેપુરી ડિટેલ્સ
Redmi K70 Ultra: Xiaomi આ સ્માર્ટફોનને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ફોનમાં કંપની 24GB રેમ અને 144Hz રિફ્રેશ રેટ સ્ક્રીન આપી શકે છે. આવો અમે તમને આ ફોન વિશે જણાવીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppXiaomi ટૂંક સમયમાં Redmi K70 Ultra નામનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના ઘણા લીક અહેવાલો સામે આવ્યા છે. હવે ટિપસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશને રેડમીના આ નવા આવનારા સ્માર્ટફોનની કેટલીક વિશેષતાઓ જાહેર કરી છે. આ ટિપસ્ટરે ચીનના સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Weibo પર એક નવી પોસ્ટ શેર કરી છે.
ટિપસ્ટર અનુસાર, આ ફોનમાં LTPO ટેક્નોલોજી સાથે 8T OLED પેનલ ડિસ્પ્લે હોઈ શકે છે. આ ડિસ્પ્લેમાં રિફ્રેશ રેટ બદલવાની સુવિધા હશે. આ ફોનના ડિસ્પ્લેમાં HDR10+ સપોર્ટ સાથે 144Hz નો રિફ્રેશ રેટ પણ હોઈ શકે છે.
આ સિવાય કંપની પોતાના ફોનની સ્ક્રીનની પીક બ્રાઈટનેસ ખૂબ જ વધારે રાખી શકે છે. તમને જણાવી દઈએ કે Redmi K60 Ultraની પીક બ્રાઈટનેસ 2600 હતી. આવી સ્થિતિમાં, તે જોવાનું રહેશે કે કંપની આ નવા ફોનમાં કેટલી પીક બ્રાઈટનેસ આપે છે. આ સિવાય કંપની પોતાના ફોનની સ્ક્રીનની પીક બ્રાઈટનેસ ખૂબ જ વધારે રાખી શકે છે. તમને જણાવી દઈએ કે Redmi K60 Ultraની પીક બ્રાઈટનેસ 2600 હતી. આવી સ્થિતિમાં, તે જોવાનું રહેશે કે કંપની આ નવા ફોનમાં કેટલી પીક બ્રાઈટનેસ આપે છે.
Tipsterએ Xiaomiના આ આવનારા ફોન વિશે દાવો કર્યો છે કે કંપની આ ફોનમાં પ્રોસેસર માટે MediaTek Dimensity 9300+ SoC ચિપસેટનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય ટિપસ્ટરે એ પણ પુષ્ટિ કરી છે કે આ ફોનમાં 24GB LPDDR5T રેમ અને 1TB UFS 4.0 સુધી સ્ટોરેજ હોઈ શકે છે.
તમને જણાવી દઈએ કે Xiaomiએ છેલ્લે ચીનમાં Redmi K60 Ultraને ગ્લોબલ માર્કેટમાં Xiaomi 13T Pro તરીકે લૉન્ચ કર્યો હતો.
જો કંપની આ વખતે પણ આ જ ટ્રેન્ડને અનુસરે છે, તો કંપની Redmi K70 Ultraને વૈશ્વિક બજારમાં Xiaomi 14T Pro તરીકે લોન્ચ કરી શકે છે.