10,000થી ઓછી કિંમતમાં આ પાંચ ફોનમાં મળી રહ્યાં છે ત્રિપલ રિયર કેમેરાનો શાનદાર સેટઅપ, ફોટોગ્રાફી માટે છે બેસ્ટ, જુઓ લિસ્ટ....
નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં અત્યારે સ્માર્ટફોન કંપનીઓમાં હોડ લાગી છે. દરેક કંપની પોતાના સ્માર્ટફોનને લેટેસ્ટ ફિચર્સ સાથે લૉન્ચ કરી રહી છે. જોકે હાલના સમયમાં મોટાભાગના યૂઝર્સની પહેલી પસંદ કેમેરા સેટએપ હોય છે. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો અને એક સારો અને સસ્તો કેમેરા ફોન ખરીદવાનુ વિચારી રહ્યા છો, તો અહીં તમને 10,000થી ઓછી કિંમતના બેસ્ટ પાંચ ફોન બતાવી રહ્યાં છે, જે તમારી પહેલા પસંદ બની શકે છે. આ દરેક ફોનમાં સ્પેશ્યલી ત્રિપલ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRealme C25- Realme C25 સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે અને MediaTek Helio G70 પ્રૉસેસર આપવામાં આવ્યા છે. આ ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 48MPનો પ્રાઇમરી કેમેરો, 2MPનો મોનોક્રોમ લેન્સ અને 2MPનો મેક્રો શૂટર છે. સેલ્ફી માટે 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 6,000mAhની દમદાર બેટરી આપવામા આવી છે. આ ફોનને તમે 9,999 રૂપિયામાં ખરીદી શકો છો.
Samsung Galaxy F02s- Samsung Galaxy F02s સ્માર્ટફોનને તમે 8,999 રૂપિયામાં ખરીદી શકો છો, આ ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 13MPનો પ્રાઇમરી કેમેરા, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનુ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. આ ફોનમાં 5MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
Poco C3- ત્રિપલ રિયર કેમેરા સેટઅપની સાથે બજેટ રેન્જમાં પોકો સી3 એક શાનદાર સ્માર્ટફોન છે. આ ફોનમાં 13MPનો પ્રાઇમરી સેન્સર, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનુ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આ ફોનમાં 5MPનો કેમેરો મળી રહ્યો છે. પોકો સી3 સ્માર્ટફોનમાં 6.53 ઇંચની એચડી ડિસ્પ્લે અને MediaTek Helio G35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. વાત કરીએ આની બેટરીની તો આમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનની કિંમત 8,249 રૂપિયા છે.
Vivo U10- જો તમે વીવોના આ ફોન ખરીદવા ઇચ્છો છો તો 8,990 રૂપિયામાં તમને ત્રિપલ કેમેરા સેટઅપ વાળો શાનદાર ફોન મળી રહ્યો છે. વીવો યૂ10માં 6.53 ઇંચની ફૂલ વ્યૂ પ્લસ આઇપીએસ વૉટર ડ્રૉપ નૉચ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 665 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં 13MP પ્રાઇમરી સેન્સર, 8MP વાઇડ એન્ગલ લેન્સ અને 2MP બોકેહ લેન્સ આપવામાં આવ્યો છે. આનાથી તમે શાનદાર પિક્સલ ક્લિક કરી શકો છો. આના ફ્રન્ટમાં સેલ્ફી માટે 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે.
Oppo A15- ઓપ્પોના આ ફોનમાં શાનદાર કેમેરા આપવામાં આવ્યા છે. આના રિયરમાં 13MPનો પ્રાઇમરી સેન્સર, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનુ ડેપ્થ સેન્સર અને 5MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. Oppo A15માં 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન MediaTek Helio P35 પ્રૉસેસર પર કામ કરે છે. આમાં 4,230mAhની બેટરી આપવામાં આવી છે, આ ફોનને તમે 8,990 રૂપિયામાં ખરીદી શકો છે.