Parental Control on Smartphone: ફોનમાં અશ્લીલ વીડિયો જુએ છો બાળકો ? આ એક સેટિંગ્સથી તરત કરી દો બંધ
Smartphone Parental Control: સ્માર્ટફોન એક એવી ચીજ છે, જેના વિના ના તો પુખ્ત વયના લોકો જીવી શકે છે અને ના તો બાળકો. મોટાભાગના વાલીઓ તેમના બાળકોને અભ્યાસ માટે ફોન આપે છે. કોરોના પીરિયડ પછી તેનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે વધ્યો છે, પરંતુ ઘણી વખત બાળકો ફોન પર એડલ્ટ કન્ટેન્ટ જોવાનું શરૂ કરી દે છે, જેના વિશે માતા-પિતાને જાણ હોતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણા અહેવાલો પણ સામે આવ્યા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બાળકો ગુપ્ત રીતે એડલ્ટ કન્ટેન્ટ જોઈ રહ્યાં છે. એવું કહેવાય છે કે બાળકોમાં તેનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે.
પરંતુ કેટલીક એવી રીતો છે જેના દ્વારા તમે બાળકોને એડલ્ટ કન્ટેન્ટથી ઘણી હદ સુધી દૂર રાખી શકો છો.
સૌથી પહેલા તમારે એન્ડ્રોઇડ ફોનના ગૂગલ પ્લે રિસ્ટ્રિક્શનને ઓન કરવું પડશે. આ માટે તમારે પ્લે સ્ટોરના ડાબા ખૂણામાં હાજર સેટિંગ્સમાં જવું પડશે.
અહીં, પેરેંટલ કંટ્રોલનો વિકલ્પ પસંદ કર્યા પછી, તમારે પિન દાખલ કરીને તેને લોક કરવો પડશે.
વળી, પેરેંટલ કંટ્રોલનો વિકલ્પ YouTube અને Instagram જેવા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે. તમે આ સેટિંગને ચાલુ કરીને તેમની પ્રવૃત્તિને ટ્રૅક કરી શકો છો.
આ સેટિંગને ઓન કરીને તમે તમારા બાળકોની ખરાબ ટેવો દૂર કરી શકશો.