Youtube: દર મહિને 10,000 રૂપિયા કમાવવા માટે યુટ્યૂબ પર હોવા જોઇએ આટલા સબ્સક્રાઇબર્સ, જાણો કમાણી કઇ રીતે કરશો.....
Youtube: દરેક ઇચ્છે છે કે, તે પોતાની એક યૂટ્યૂબ ચેનલ ચાલુ કરીને તગડી કમાણી કરે, પરંતુ દરેકને આના માટે જરૂરી વસ્તુઓન અને કામની જાણકારી નથી હોતી, અને આ કારણોસર તે કમાણી નથી કરી શકતા. આજકાલ ઘણ લોકો યુટ્યૂબ પરથી તગડી કમાણી કરી રહ્યા છે. જો તમે પણ જાણવા માંગો છો કે, દર મહિને યુટ્યૂબ પર 10,000 રૂપિયાની કમાણી કરવા માટે કેટલા સબ્સક્રાઇબર્સ હોવા જોઇએ, તો જાણો અહીં........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૂગલની વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યૂબ લાખો લોકોને રોજગાર આપી ચૂક્યું છે. આજકાલ લોકો આમાંથી ખુબ પૈસા કમાઇ રહ્યાં છે. અહીં જાણો આ માટે તમારે યુટ્યૂબ ચેનલ પર કેટલા સબ્સક્રાઇબર્સ હોવા જોઇએ. યુટ્યૂબ પર કમાણી કરવા માટે કંપની મૉનેટાઇઝેશનનું ધ્યાન રાખવુ પડે છે. જો તમે મૉનેટાઇઝેશન પૉલીસીને પુરી કરો છો, તો તમે આસાનીથી યુટ્યૂબ પરથી પૈસા કમાઇ શકો છો.
યુટ્યૂબ એપ પરથી દર મહિને 10,000 રૂપિયા કમાવવા માટે તમારે પોતાની ચેનલ પર દમદાર કન્ટેન્ટ વાળા વીડિયો નાંખવા પડશે. જેનાથી આના પર સારા વ્યૂઝ આવી શકે. જો તમારી કન્ટેન્ટ સારી હશે, તો ચોક્કસ પણે તમારી ચેનલ પર સારા વ્યુઝ આવશે અને કમાણી પણ સારી થઇ શકશે.
યુટ્યૂબ એડ્સ ઉપરાંત ચેનલ મેમ્બરશીપ ઓફર કરીને, તમારી પ્રૉડક્ટ્સને લિસ્ટ કરીને, સુપર ચેટ અને સુપર સ્કીકર દ્વારા પણ તમે પૈસા કમાઇ શકો છો.
યુટ્યૂબ પર કમાણી એડ્સ દ્વારા થાય છે,જોકે, એડ્સ જ એકમાત્ર કમાણીનુ સાધન નથી, પરંતુ પૈસા કમાવવા માટે એડ એક મુખ્ય ભૂમિકા નિભાવે છે. ચેનલ પર જેટલા વધુ વ્યૂઝ હશે, તમે તેટલી સારી કમાણી કરી શકશો.