આ શેર્સ 2020માં 200 ટકાથી વધુ આપી ચુક્યા છે વળતર, શું તમારી પાસે છે આમાંથી કોઈ ?
અદાણી ગ્રીન એનર્જીઃ આ શેર 2020મા 525 ટકા વળતર આપ્યું છે. 20 નવેમ્બરના રોજ શેર 52 સપ્તાહની ટોચ 1220ને સ્પર્શયો હતો. જ્યારે 52 સપ્તાહનું તળિયું 83.50 8 નવેમ્બર, 2019ના રોજ હતું. આજે શેર 1020.30 પર બંધ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રેન્યુઅલ ઈન્ડિયાઃ 2020માં આ શેરે 207 ટકા વળતર આપ્યું છે. શેર 1 ડિસેમ્બરે 2020ના રોજ 52 સપ્તાહની ટોચ 438 પર પહોંચ્યો હતો. જ્યારે 23 માર્ચ, 2020ના રોજ 52 અઠવાડિયાના તળિયે 114.50 પર હતો. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
ડિક્સન ટેકનોલોજીસઃ આ શેરે 2020માં 261 ટકા વળતર આપ્યું છે. શેરની 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટી 13,096.95 છે, જે 18 ડિસેમ્બરે જોવા મળી હતી. જ્યારે 52 સપ્તાહનું તળિયું 24 માર્ય, 2020 છે. આ દિવસે શેર 2,899.95 પર પહોચી ગયો હતો. આ શેર 52 સપ્તાહના સર્વોચ્ચ મથાળેથી 350 ટકા નીચે કારોબાર કરી રહ્યો છે.
લૌરાસ લેબ્સઃ 2020ના વર્ષમાં આ શેરે 376 ટકાનું વળતર આપ્યું છે. શેરની 52 વીકની ટોચ 365.75 છે, જે 21 ડિસેમ્બર 2020ના રોજ જોવા મળી છે. જ્યારે 24 માર્ચ, 2020ના રોજ શેર 52 સપ્તાહના તળિયે 61.90 પર પહોંચ્યો હતો.
આરતી ડ્રગ્સઃ 2020ના વર્ષમાં આ શરે 420 ટકા વધ્યો છે. તેનું માર્કેટકેપ 6800 કરોડથી વધારે છે. શેર 8 ઓક્ટોબર 2020ના રોજ 52 સપ્તાહની ટોચ 1025 પર પહોંચ્યો હતો. જ્યારે 19 માર્ચ, 2020ના રોજ 52 સપ્તાહના તળિયે 105.56 પર પહોંચ્યો હતો.
આલોક ઈન્ડસ્ટ્રીઝ : ચાલુ વર્ષે આ શેર 660 ટકા વળતર આપ્યુ છે. 3 જુલાઈ 2020ના રોજ શેર 52 સપ્તાહની ટોચ 61.40 પર પહોંચ્યો હતો, જ્યારે 20 જાન્યુઆરી, 2020ના રોજ 52 સપ્તાહના તળિયે 2.64 પર પહોંચ્યો હતો. આજે શેર 21.30ની સપાટીએ બંધ થયો હતો.
મુંબઈઃ ભારતીય શેરબજાર માટે સોમવારનો દિવસ અશુભ રહ્યો હતો. સેન્સેક્સ એક તબક્કે 2000 અંક ઘટતા આજે ઈન્ટ્રાડેનો સૌથી મોટો કડાકો નોંધાયો હતો. સેન્સેક્સ 1406.73 પોઇન્ટના ઘટડા સાથે 45,553.96 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 432.15ના ઘટાડા સાથે 13,328.40 પર બંધ રહી હતી. આજના ઘટાડા છતાં કેટલાક એવા શેર છે, જેમણે 2020માં 200 ટકાથી વધારે વળતર આપ્યું છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -