ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા અમદાવાદી ક્રિકેટર પાર્થિવ પટેલની આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય, Photos
(તમામ તસવીર સૌજન્યઃ પાર્થિવ પટેલ ઈન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્થિવની કપ્તાનીમાં ગુજરાત 2015માં વિજય હઝારે ટ્રોફી અને 2016-17ની સીઝનમાં રણજી ટ્રોફી જીત્યું હતું.
પાર્થિવે ટ્વિટર પર સંન્યાસની જાહેરાત કરી છે. તેણે લખ્યું, હું આજે મારા 18 વર્ષના લાંબા ક્રિકેટ કરિયરને અલવિદા કહી રહ્યો છું. બીસીસઆઈએ મારા પર ભરોસો મુકીને માત્ર 17 વર્ષની વયે જ ટીમ ઈન્ડિયા માટે રમવાનો મોકો આપ્યો હતો. બીસીસીઆઈએ જે રીતે મને સાથ આપ્યો તે બદલ હું આભારી રહીશ.
પત્ની સાથે ગરબા રમતો પાર્થિવ પટેલ.
પાર્થિવે 25 ટેસ્ટની 38 ઈનિંગમાં 8 વખત નોટ આઉટ રહીને 934 રન બનાવ્યા છે. જેમાં તેણે 6 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 71 રન છે. 38 વન ડેની 34 ઈનિંગમાં તેણે 4 અડધી સાથે 736 રન ફટાકાર્યા છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 95 રન છે. જ્યારે 2 ટી20માં 112.5ના સ્ટ્રાઇક રેટથી 36 રન બનાવ્યા છે. આઈપીએલની 139 મેચમાં તેણે 120.8ના સ્ટ્રાઇક રેટથી 2848 રન બનાવ્યા છે. આઈપીએલમાં પાર્થિવે 13 અડધી સદી મારી છે અને શ્રેષ્ઠ સ્કોર 81 રન છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલે 35 વર્ષની વયે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. 2018માં અંતિમ વખત ટીમ ઈન્ડિયા માટે રમનારો પાર્થિવ પટેલ હવે ક્રિકેટના કોઇપણ ફોર્મટમાં રમતો નજરે નહીં પડે. વર્ષ 2002મા ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે માત્ર 17 વર્ષની વયે તેણે ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યૂ કર્યુ હતું. ચાલુ વર્ષે તે આઈપીએલમાં આરસીબીનો હિસ્સો હતો, પરંતુ એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -