જો બાઈડને 13 ભારતીય-અમેરિકન યુવતીઓની મહત્વના હોદ્દા પર કરી નિમણૂક, બે ગુજરાતીનો સમાવેશ
20 જાન્યુઆરીએ અમેરિકાના 46માં પ્રમુખ તરીકે 78 વર્ષના જો બાઇડેનના શપથ લેવાશે. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિલા(ભારતીય અમેરિકન કમલા હેરિસ)ને ઉપ પ્રમુખ બનાવવામાં આવશે.56 વર્ષના કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ આફ્રીકન-અમેરિકન છે જેમને અમેરિકાના ઉપ પ્રમુખપદે બેસાડવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યાય વિભાગના એસોસિએટેડ એટર્ની જનરલ તરીકે વનિતા ગુપ્તાને નિમવામાં આવ્યા હતા. ગુપ્તા આ પદ સંભાળનારા પ્રથમ અશ્વેત મહિલા હશે.
ઉઝરા ઝેયાને સિવિલિયન સીક્યોરિટી,ડેમોક્રેસી અને હ્યુમન રાઇટ્સના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ બનાવ્યા હતા. અગાઉ ઉઝરા ઝેયા વિદેશ સેવામાં હતા. હાલ તેઓ અલાયન્સ ફોર પીસકીપિંગના સાઈઓ અને અધ્યક્ષ હતા.
પહેલી જ વાર બે કાશ્મીરી મહિલાઓ આઇશા શાહ અને સમીરા ફાઝલીને પણ લ્હાઇટ હાઉસમાં મોટી જવાબદારી અપાઇ હતી. કાશ્મીરમાં જન્મેલી અને લુઈસિયાનામાં ઉછરેલી આઇશા બાઇડેન-હેરિસ કેમ્પેનમાં ડિજિટલ પાર્ટનરશિપ મેનેજર તરીકે કામ કરતી હતી. હાલ સ્મિથસોનિયમ ઈન્સ્ટિટ્યૂશન માટે એડવાંસમેંટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરે છે.
સોનિયા અગ્રવાલ ક્લાયમેટ પોલિસી અને ઈનોવેશન માટે સીનિયર એડવાઇઝરની જવાબદારી નીભવશે. બાઇડેન જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે સોનિયા અગ્રવાલે એનર્જી ઈનોવેશન માટે 200 વીજળી નીતિ એકસપર્ટને એકત્ર કર્યા હતા.
શાંતિ કલાથીલને કો ઓર્જિનેટર ફોર ડેમોક્રેસી એન્ડ હ્યુમન રાઇટસ, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ તરીકે વરણી કરાઈ છે. હાલ તે નેશનલ એંડોમેંટ ફોર ડેમોક્રેસીમાં ઈન્ટરનેશનલ ફોરમ ફોર ડેમોક્રેટિક સ્ટડીઝની સીનિયર ડાયરેક્ટર છે. આ પહેલા વોલ સ્ટ્રીટ જર્નલમાં રિપોર્ટર રહી ચુકી છે.
સમીરા ફાઝલીઃ કાશ્મીરી મૂળની સમીરા હાલ બાઇડેન-હેરિસ ટ્રાંઝિશનમાં ઇકોનોમિક એજન્સી લીડ છે. તેને નેશનલ ઈકોનોમિક કાઉન્સિલમાં ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવામાં આવી છે.
સબરિના સિંહ વ્હાઇટ હાઉસ ખાતે નાયબ પ્રેસ સેક્રેટરીની જવાબદારી નિભાવશે. તેઓ સરદાર જેજ સિંહની પૌત્રી છે. તેમનું સંગઠન ભારતીય-અમેરિકન સંગઠનના હિત માટે કામ કરે છે.
નેહા ગુપ્તાને ઓફિસ ઓફ વ્હાઇટ હાઉસના એસોસિએટ કાઉંસિલ બનાવા. છે. તેણે સાન ફ્રાન્સિસકોમાં સિટી એટર્ની ઓફિસમાં ડેપ્યુટી સિટી એટોર્ની તરીકે કામ કરી ચુકી છે.
રીમા શાહઃ ઓફિસ ઓફ વ્હાઇટ હાઉસમાં તેઓ ડેપ્યુટી એસોસિએઠ કાઉન્સિલ તરીકે કામ કરશે. તેણે બાઇડેન-હેરિસ કેમ્પેનમાં બાઇડેન માટે ડિબેટ એક્સપર્ટ ટીમમાં કામ કર્યુ છે.
નીરા ટંડનને અત્યંત શક્તિશાળી સમિતિ બજેટ અને મેનેજમેન્ટના ડાયરેકટર નિમવામાં આવ્યા હતા. તેના માતાપિતા ભારતીય હતા. તેને પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિંટન અને તેમના પત્નીની નજીક માનવામાં આવે છે.
સુમોના ગુહાના સાઉથ એશિયા માટે સીનિયર ડાયરેક્ટર અને નેશનલ સિક્યોરિટીની જવાબદારી નિભાવશે. ઓબામા સરકારમાં સુમોના ગુહા તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જો બાઇડેનની નેશનલ સિક્યોરિટી એફેર્સની સ્પેશિયલ એડવાઇઝર હતી.
ગરિમા વર્માને ફર્સ્ટ લેડી ડો.જીલ બાઇડેનના ડિજીટલ ડાયરેકટર ઓફ ઓફિસ બનાવવામાં આવ્યા છે. ભારતમાં જન્મેલી વર્માએ બાઇડન-હેરિસ કેમ્પેન માટે ઓડિયંસ ડેવલપમેંટ અને કંટેટ રણનીતિકાર તરીકે કામ કર્યુ હતું.
ઉચ્ચ હોદ્દા મેળવનાર અન્ય ભારતીય અમેરિકનોમાં ભાવિ પ્રથમ મહિલા જીલ બાઇડેનના પોલીસી ડાયરેકટર તરીકે માલા અડિગાને નિમવામાં આવ્યા હતા.
અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જો બાઇડેને વ્હાઇટ હાઉસ ચલાવવા બે કાશ્મીરી મહિલાઓ સહિત 20 ભારતીય અમેરિકનોની અલગ અલગ જગ્યાએ નિમણુંક કરીને પોતાના નીતિને સ્પષ્ટ કરી હતી. જેમાં બે ગુજરાતી પણ છે. કુલ અમેરિકનોમાં માત્ર એક ટકા જ વસ્તી ધરાવતા ભારતીયો માટે આ એક ગૌરવની વાત છે. નિમણુંક પામેલાઓ પૈકી 17 જણા વ્હાઇટ હાઉસમાં બેસીને કામ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -