તુર્કીમાં શક્તિશાળી ભૂકંપ, છ બિલ્ડિંગ ધ્વસ્ત, તસવીરો જોઈ હચમચી જશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયૂરોપીય- મુધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે, શરુઆતમાં ભૂકંપની તીવ્રતા 6.9 હતી અને તેનું કેન્દ્ર યૂનાનના ઉત્તર-ઉત્તરપૂર્વમાં સામોસ દ્વાપમાં હતું. સમુદ્રમાં આવેલા ભૂકંપના કારણે પાણી શહેરી વિસ્તારમાં ઘૂસી આવ્યું છે.
મધ્ય ઈઝમિરમાં ઘણી જગ્યાએ ધૂમાડો ઉડતો હોય તેવી તસવીરો સામે આવી છે. ઈઝમિરના ગર્વનરે કહ્યું કે નુકસાનને લઈને તત્કાલ કોઈ જાણકારી નથી મળી. તુર્કીના મીડિયાએ કહ્યું ભૂકંપ એઝિયન અને મરમરા બંને ક્ષેત્રોમાં અનુભવાયો છે.
ઈસ્તાંબુલના ગર્વનરે કહ્યું કે નુકસાન વિશે કોઈ જાણકારી નથી મળી. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.0 હતી. ભૂકંપના આંચકા પૂર્વી યૂનાનના પ્રયાદ્રીપોમાં પણ અનુભવાયા હતા.
તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. જેના કારણે 4 લોકોના મોત થયા હતા અને અનેક મકાનો ધરાશાઈ થઈ ગયા હતા. અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.0 હતી. તુર્કીના ડિઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર એજિયન સાગરમાં 16.5 કિલોમીટર નીચે હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -