આજકાલ ચહલ પત્ની ધનાશ્રી સાથે દુબઇમાં મનાવી રહ્યો છે હનીમૂન, વાયરલ થઇ લેટેસ્ટ તસવીરો
વીડિયોમાં યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્મા ઝિરાફને ખવડાવતા દેખાઇ રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા પણ ધનાશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરી શેર કરીને ચહલને ક્રિસમસની શુભેચ્છાઓ આપી હતી. તસવીરોમાં ધનાશ્રી માથા પર સિંદૂર, હાથમાં મહેંદી અને ચૂડા પહેરેલી દેખાઇ રહી હતી.
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માના 22 ડિસેમ્બરે લગ્ન થઇ ગયા છે, ઉલ્લેખનીય છે કે, યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માએ લૉકડાઉન દરમિયાન ઓગસ્ટ મહિનામાં સગાઇ કરી લીધી હતી. બન્નેની સગાઇની તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી.
બન્ને હાલ યુએઇના દુબઇ શહેરમાં હનીમૂન અન્જૉય કરી રહ્યાં છે. દુબઇ પોતાના શાનદાર લૉકેશન માટે જાણીતુ છે. બન્ને સતત પોતાના સોશ્યલ મીડિયા પર આની તસવીરો શેર કરી રહ્યાં છે.
તાજેતરમાં જ ચહલે પોતાના એકાઉન્ટ પર એક વીડિયો અપલૉડ કર્યો છે. જેમાં કપલ વાઇલ્ડ લાઇફ એન્જૉય કરતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયો ખુબ ચર્ચામાં છે.
નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર સ્પિન બૉલર યુજવેન્દ્ર ચહલ આજકાલ પત્ની ધનાશ્રી વર્મા સાથે હનીમૂન પીરિયડમાં છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે બન્ને જણા આજકાલ દુબઇમાં હનીમૂન મનાવી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર બન્નેની તાજી તસવીરો પણ વાયરલ થઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -