રક્ષાબંધનના તહેવારને લઈને સુરતમાં મળે છે ‘ગોલ્ડ સ્વીટ્સ’, મીઠાઈની કિંમત જાણીને ચોંકી જશો
દર વર્ષે રક્ષાબંધનના પર્વ દરમિયાન બહેન સામાન્ય મીઠાઈ વડે તો પોતાના ભાઈનું મોઢું મીઠું કરાવતી જ હોય છે. પરંતુ આ વખતે પોતાના ભાઈને કંઈક સ્પેશિયલ મીઠાઈ ગિફ્ટ કરવા પણ તેઓ આગળ આવી રહી છે. જે 9 હજાર કિલોના ભાવની અલગ-અલગ વેરાયટીની મીઠાઈનો ઓર્ડર આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના એક મીઠાઈ વિક્રેતાએ આ વિશે જણાવ્યું હતું કે, અહીં આવતા ગ્રાહકો આ ‘ગોલ્ડ સ્વીટ્સ’ને જોઈને અચંબામાં પડી જાય છે. રક્ષાબંધનને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મીઠાઈની ખરીદી કરવા આવતી મહિલાઓ અને યુવતીઓ પણ આ વખતે પોતાના ભાઈને કંઈક અલગ જ પ્રકારની મીઠાઈ આપવા ‘ગોલ્ડ સ્વીટ્સ’ની પસંદગી કરી રહી છે.
રક્ષાબંધનને લઈને ચાંદીના વરખવાળી મીઠાઓનું નામ તો સાંભળ્યું હશે પરંતુ હાલ સુરતમાં સોનાના વરખવાળી મીઠાઈ બજારમાં જોવા મળી રહી છે. આ મીઠાઈ ‘ગોલ્ડ સ્વીટ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘ગોલ્ડ સ્વીટ્સ’ મીઠાઈના એક કિલોનો ભાવ 9 હજાર રૂપિયા છે. આ મીઠાઈ પર લગાવેલ સોનાનો વરખ આરોગ્યપ્રદ છે. જે લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
સુરત: રક્ષાબંધનના તહેવારે બજારોમાં અવનવી મીઠાઈઓ બજારમાં જોવા મળતી હોય છે. ત્યારે સુરતમાં રક્ષાબંધનના પર્વ પર 9 હજાર રૂપિયે કિલો મીઠાઈ મળી રહે છે. આ મીઠાઈ પર સોનાના વરખને જોઈને ચોંકી જશો. આ સાથે તેનો ભાવ પણ સોના જેવો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -