હાર્દિક પટેલના ઘર પર ખડકી દેવાઈ પોલીસ, હાર્દિક સહિત ‘પાસ’ના 50 કાર્યકરો-કન્વિનરો નજરકેદ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લોકો ઉપવાસ શરૂ કરે તે પહેલાં જ તેમને રોકવા માટે તેમના ઘરે મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવાઈ હતી. તેમને ઘરની બહાર નહીં નિકળવા સૂચના અપાઈ હતી પણ એ છતાં તેમણે ઉપવાસ માટે જવાનો આગ્રહ રાખતાં પોલીસે તેમની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
આ પહેલાં વહેલી સવારે પોલીસે ‘પાસ’ દ્વારા આ ઉપવાસ શરૂ થાય એ પહેલાં જ પાસ કન્વીર બ્રિજેશ પટેલ સહિત 5 લોકોની અટકાયત કરી લીધી છે. બ્રિજેશ પટેલ ઉપરાંત પાસ કન્વીનર જયેશ પટેલ, નિખિલ સવાણી અને ગીતા પટેલની અટકાયત કરી લેવાઈ હોવાનું જાણવા મળ્યું છે.
હાર્દિક પટેલે નિકોલમાં 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપવાસ માટે તંત્ર દ્વારા સ્થળની મંજૂરી ના અપાતાં પાસ દ્વારા આજે રવિવારે એક દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત કરાઈ હતી. આ ઉપવાસને રોકવા માટે સરકારે પૂરી તાકાત લગાવી દીધી છે.
‘પાસ’ના કન્વિનર હાર્દિક પટેલને રોકવા માટે તેના ઘર પાસે વહેલી સવારથી પોલીસ ખડકી દેવાઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના ડબ્બા અને કાર હાર્દિકના ઘર બહાર મોકલીને તેને બહાર નિકળતો અટકાવી દેવાયો હતો. જરૂર પડશે તો વધારે પોલીસ મોકલાશે તેમ પણ પોલીસનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી પણ તે ઉપવાસ કરવા નિકળે તે પહેલાં જ તેને ઘરમાં નજરકેદ કરી દેવાયો હતો. હાર્દિકની સાથે ‘પાસ’ના 50થી વધુ કાર્યકરો અને કન્વિનરોને નજરકેદ કરાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -