રિલાયન્સને થયા 40 વર્ષઃ અમિતાભે ધીરૂભાઈને કર્યા યાદ, કોકિલાબેન થયા ભાવુક
કાર્યક્રમ દરમિયાન અમિતાબ બચ્ચન જ્યારે તેમની સ્પીચ આપવા સ્ટેજ પર આવ્યા ત્યારે શાહરૂખ ખાને તેમના પગ પકડી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે બિગ બી સહિતના સ્ટાર્સે તેમને યાદ કર્યાં ત્યારે કોકિલાબેન ભાવુક બની ગયા હતાં. આ પહેલા પણ તેઓ રિલાયન્સની એજીએમમાં જ્યારે મુકેશે પિતાને યાદ કર્યા ત્યારે પણ ભાવુક થઈ ગયા હતા.
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝને 40 વર્ષ પૂર્ણ થતાં મુંબઈમાં ‘રિલાયન્સ ફેમિલી ડે’ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમની શરૂઆત કોકિલાબેન અંબાણીએ દીપ પ્રાગટ્ય કરીને કરાવી હતી.
રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં શનિવારે રાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
બોલિવૂડના જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચને કહ્યું કે, ધીરુભાઈનું જીવન ગીતા ઉપદેશ જેવું છે. ધીરુભાઈ અંબાણી કર્મયોગી હતા. તેઓ કર્મને જ ધર્મ નામતા હતા. ધીરુભાઈ જ્ઞાનને જ ઈશ્વર માનતા હતા. તેમણે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિને જન્મ આપ્યો
સ્વ. ધીરૂભાઈ અંબાણીનો 28 ડિસેમ્બરના રોજ 85મો જન્મદિવસ છે. આ ઈવેન્ટનું વિશ્વભરમાં 1200 જગ્યાએથી લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સોનુ નિગમ, આલિયા ભટ્ટ, આકાશ અંબાણી, અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી, શાહરૂખ ખાન, ઈશા અંબાણી અને વરુણ ધવન સહિત નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
મુકેશ અંબાણીના માતા અને ધીરૂભાઈના પત્ની કોકિલાબેને કહ્યું કે, ધીરૂભાઈ આજે આરઆઈએલનો ગ્રોથ જોઈને ખુશ હશે. આજે ઉપરથી પણ તેઓ આશિર્વાદ આપતા હશે. ધીરૂભાઈ આજે કહેતા હશે વાહ કરી લીધી દુનિયા મુઠ્ઠીમાં. આરઆઈએલ 100 વર્ષ નહીં 1000 વર્ષ જીવે તેવી મારી શુભકામના.
સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ કિંગખાન શાહરૂખે કર્યું હતું,. કાર્યક્રમ દરમિયાન શાહરૂખે ઇશા અંબાણી અને આકાશ અંબાણી સાથે સ્ટેજ પર મજાક મસ્તી કરી હતી.
ધીરૂભાઈ અંબાણી સાથે અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -