વડોદરામાં અમિતાભ બચ્ચને કઈ ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો? કોની સાથે બેસીને લીધું ભોજન?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ બચ્ચને રાજવી પરિવાર તથા બીએમએના કેટલાંક હોદ્દેદારોની હાજરીમાં બપોરનું ભોજન લીધું હતું. અમિતાભ બચ્ચનને ગુજરાતી ભોજન ઉપરાંત પંજાબી અને બંગાળી વાનગીઓ પણ પીરસવામાં આવી હતી જેમાં મસાલાવાળું ભીંડાનું શાક, કઢી, ખમણ-હાંડવો, રોટલી, ભાત, મિષ્ટી દહીં અને પનીરની સબ્જીનો સમાવેશ થાય છે.
ત્યાર બાદ લક્ષ્મી વિલાસ પેલેસના ઉપરના માળ પર અમિતાભે રાજમાતા શુભાંગિનીદેવી, મહારાજા સમરજીતસિંહ, મહારાણી રાધિકારાજે સહિતના રાજવી પરિવાર સાથે આશરે 30 મિનિટ સુધી ચર્ચા કરી હતી જેમાં તેઓએ પુરતો સમય લઈને ફરી એક વખત ખાસ લક્ષ્મીવિલાસ પેલેસ જોવા માટે વડોદરા આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
અમિતાભ બચ્ચને પેલેસમાં પહોંચ્યા બાદ દરબાર હોલની, શસ્ત્રાગારની, મ્યુઝિયમની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ રાજા રવિ વર્માના પેઈન્ટિંગ્સ નિહાળ્યાં હતા અને સર સયાજીરાવ ગાયકવાડના પ્રજાલક્ષી કામોની માહિતી પણ મેળવી હતી.
વડોદરા: બોલિવૂડના જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચને વડોદરામાં એવોર્ડ સમારંભમાં હાજરી આપતાં પહેલા લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ લગભગ એક કલાકનો સમય વિતાવ્યો હતો અને રાજવી પરિવાર સાથે ગુજરાતી ભોજનની મજા માણી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -