બારડોલી: નિવની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું, માતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆખરે 10 દિવસ બાદ નિવનો મૃતદેહ મળી આવ્યો હતો. નિવનો મૃતદેહ મરોલી રેલ્વે બ્રિજથી પાંચ કિલોમીટર દુર આવેલા કનસાડ ગામની સીમમાંથી મળી આવ્યો હતો. કનસાડની સીમના ઝાંખરાઓમાં ફસાઈ ગયો હતો. જોકે નિશિતે જ પોતાના પુત્ર નિવની હત્યા કરી હોવાનું સ્પષ્ટ થયું હતું.
નાનકડાં વણેસા ગામમાં નિવના મોતના પગલે મોટી સંખ્યામા લોકો એકત્ર થયા હતા અને નિવની અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા. આ અગાઉ પણ નિવનો મૃતદેહ ન મળ્યો ત્યાં સુધી વિવિધ રામધુન સહિતના કાર્યક્રમોમાં મહિલાઓએ મોટી સંખ્યામાં જોડાઈ હતી.
સુરત: બારડોલીના વણેસા ગામે સગા બાપે જ પોતાના જ દિકરા નિવને મીંઢોળા નદીમાં ફેંકી દીધાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડને માસૂમ નિવના મૃતદેહને શોધતા 10 દિવસ થયા હતા.
નિવની અંતિમ યાત્રામાં મહિલાઓએ હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. મહિલાઓએ નિશિત પર પણ ફિટકાર વરસાવી હતી. આ ઉપરાંત નિવનું મોત થયું હોવાથી લોકો તેના બાપ નિશિત પર ફીટકાર વરસાવી રહ્યા છે.
બુધવારે મૃતહેદ મળ્યા બાદ સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વણેસામાં અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં માસૂમ નિવના મોતથી આખું ગામ હિબકે ચડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -