કોમેડી ક્વીન ભારતીએ ગુજરાતી હર્ષ સાથે લીધા સાત ફેરા, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ ભારતીની ચુડા સેરેમનીના ફોટો પણ વાયરલ થયા હતા. ભારતી અને હર્ષ એ પોતાના મહેમાનો માટે પુલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ અવસર પર ટીવી સ્ટાર્સ અનીત હસનંદાની, યે હે મહોબ્બતેની શગુન, નાગિનની અદા ખાન, સાથ નિભાના સાથિયાની જૂની ગોપી વહુ જિયા માણેક પહોંચી હતી. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
બંનેએ marquis beach resort પર લગ્ન કર્યાં હતાં. Adamo resortથી આ રિસોર્ટ સાત કિમીના અંતરે આવેલો છે. હર્ષ લિમ્બાચિયા વિન્ટેજ કારમાં બેસીને પોતાની દુલ્હનિયા ભારતી સાથે લગ્ન કરવા ગયો હતો. લગ્ન સ્થળને ઘણી જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. ભારતી તથા હર્ષના લગ્ન બાદ અહીંયા જ રિસેપ્શન યોજાયું હતું.
ગુજરાતી અને પંજાબી રીત રિવાજથી લગ્ન યોજાયા હતા. સાત ફેરા માટે ભારતીએ ગુલાબી લહેંગો પહેર્યો હતો જ્યારે હર્ષે પાઉડર બ્લુ શેરવાની સાથે ગુલાબી પાઘડી પહેરી હતી. ગોવામાં કેટલાંય ટીવી સ્ટાર્સ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
જાણીતી કોમેડિયન ભારતી સિહે પોતાના બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કરી લીધા છે. ગોવામાં કોન્ડોલિમ બીચની પાસે બન્નેએ લગ્ન કર્યા. આ ગ્રાન્ડ વેડિંગમાં ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -