આ બીડીવાળા બાબા બીડીની ફૂંકથી જટિલ રોગને શરીરમાંથી કરે છે દૂર? જાણો કેવી રીતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: રાજકોટના હડાળા ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. એક બાબા બીડીના ધુમાડે શરીરમાં ઘર કરી ગયેલા જટીલ રોગોનું નિવારણ કરવાનો દાવો કરી રહ્યા છે. આ બાબાને ત્યાં દુખ દુર કરવા રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. બાબાનો દાવો છે કે, તે કેન્સર જેવી જટિલ બીમારી પણ આ ધુપ લીધા બાદ 15 દિવસમાં ગાયબ થઈ જાય છે.
કેટલાએ સમયથી બાબા દુખ દર્દ દુર કરવાનો દાવો કરે છે. બાબાના નક્કી કરેલા વારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. લોકો લાઈનોમાં બેસે છે અને બાબા બીડીનો ધુપ આપી લોકોના દર્દ દુર કેર છે. મળતી માહિતી મુજબ એક પણ પૈસા લીધા વગર દુર કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીડીની ફૂંકથી કેન્સરનું દર્દ દૂર કરવાની ગેરંટી પણ આપવામાં આવે છે અને તે પણ ખુલ્લેઆમ. બાબાની આ દુકાન કેટલાય સમયથી ચાલી રહી છે પણ હદ ત્યારે થાય છે જ્યારે બાબાનો નક્કી કરેલો દિવસ આવે અને તે વાર એટલે મંગળવાર, ગુરૂવાર અને શનીવાર. જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાય છે દાવો કકરવામાં આવે છે કે બીડીની એક ફૂંકથી તમામ દર્દ દૂર કરવામાં આવે છે. આ બાબાને લોકો ખાખી બાપુ તરીકે ઓળખે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -