Vaccine Update: આ વસ્તુનું સેવન કરતા હોય તો તમને નહીં મળે કોરોનાની રસી, રસી લેવી હોય તો વાંચી લો આ સમાચાર નહીં તો....
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટા પાયે વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ કરવાના આદેશ આપ્યો હતો. રશિયા પોતાના જ દેશમાં વિકસિત સ્પૂતનીક નામની રસીનો ઉપયોગ કરી રહ્યું છે. (તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્પૂતનિક રસી બનાવનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે વેક્સિન 95 ટકા અસરદાર છે. આ રસીની કોઈ આડઅસર નથી. જોકે હાલ રસી પર સામુહિક પરિક્ષણ ચાલુ છે. રશિયાનો દાવો છે કે આ વેક્સિન વિશ્વની પ્રથમ રજિસ્ટર્ડ કોરોના વેક્સિન છે. સરકારે ઓગસ્ટમાં જ મંજૂરી આપી હતી.
તેમના કહેવા મુજબ, શરાબ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને ઓછી કરી દે છે તે સમજવું જોઈએ. આ સ્થિતિમાં કોરોના પ્રતિરોધક રસીની અસર ઓછી ન માત્ર ઓછી થઈ જાય છે પરંતુ બેઅસર પણ થઈ જાય છે. આ ઉપરાંત કોવિડ-19 રસી લીધાના 42 દિવસ સુધી કોઈ રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી કરે તેવી દવા પણ ન લેવી જોઈએ.
રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલના ગમાલિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમોલોજી અને માઇક્રોબાયોલોજીએ સ્પૂતનિક વેક્સિનનો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી શરાબથી દૂર રહેવાની સલાહ આપી છે. સંસ્થાના ડિરેક્ટર એલેકઝેંડર ગિન્ટ્સબર્ગે કહ્યું, અમે સંપૂર્ણ શરાબ બંધીની વાત નથી કરી રહ્યા પરંતુ એક નિયંત્રિત રોક જરૂરી છે. જે માત્ર સ્પૂતનિક જ નહીં કોઈ પણ કોરોના વેક્સિન માટે કારગર સલાહ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -