કપલના વેડિંગ શૂટમાં આખલો ત્રાટકતાં નવવધૂ ગાઉન ઉંચુ કરીને ભાગી, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોટોગ્રાફર એલીશા ફ્રેડ્રિક કહે છે કે, હું કેમેરાની પાછળ મારી હસી રોકી શકતી નહોતી. મને લાગતું હતું કે, કોઈપણ વેડિંગમાં આ મારી અત્યાર સુધીની બેસ્ટ ફોટો છે. આ ખૂબ યાદગાર છે.
ગ્લેન કહે છે કે, જ્યારે આખલો અમારી પાછળ દોડ્યો ત્યારે ફોટોગ્રાફરે તેની પણ કેટલીક તસવીરો ખેંચી લીધી હતી. અમે આ મજેદાર તસવીરોને અમારા ઘરમાં લગાવીશું. મને નથી લાગતું કે કોઈને પોતાના લગ્નમાં આ પ્રકારની ફોટોગ્રાફી નસીબ થશે.
એમી અને ગ્લેનના લગ્નને આ ‘આખલા દોડ’એ યાદગાર બનાવી દીધો હતો. મજાની વાત એ છે કે, ત્યાં થોડે જ લગ્નમાં હાજરી આપવા આવેલા મહેમાનો બિયર પી રહ્યાં હતા. તે બધાં બિયર પીવામાં એટલા મશગૂલ હતા કે તેમને આ ઘટનાની કોઈ જાણકારી નહોતી. ત્યાર બાદ આ કિસ્સો ખુલ્યો ત્યારે બધાંને તે ઘણું ફની લાગ્યું હતું. આખા લગ્ન દરમિયાન બધાં હસી રહ્યાં હતા.
ઘોડાના ટ્રેનરે કહ્યું કે, અમે પહાડી પરથી ઉતરી રહ્યાં હતા અને ત્યારે જ એક આખલો અમારી તરફ ઝડપથી દોડીને આવી રહ્યો હતો. એમીએ વેડિંગ ગાઉન પકડ્યું અને જીવ બચાવીને દોડવા લાગી હતી. એક વખતે તો આખલો એકદમ નજીક આવી ગયો હતો. તેને જોઈને ઘોડો પણ ડરી ગયો હતો. આ એક ખતરનાક અનુભવ હતો પણ બાદમાં અમને ખૂબ હસવું આવ્યું.
આ ઘટના સાઉથ વેલ્સની છે. 29 સપ્ટેમ્બરના દિવસે ગ્લેન અને એમી સુંદર વેડિંગ ડ્રેસ પહેરી પહાડી વિસ્તારમાં વેડિંગ શૂટ કરાવી રહ્યાં હતા. ફોટોગ્રાફરે એક સફેદ ઘોડાની વ્યવસ્થા પણ કરી હતી. બધું એકદમ સપના જેવું લાગી રહ્યું હતું. એવામાં જ અચાનક ક્યાંકથી એક આખલો આવી ચડ્યો અને તે ખૂબ ગુસ્સામાં હતો. કપલ અને ફોટોગ્રાફર કંઈ સમજી શકે તે પહેલા જ આખલો તેમની પાછળ દોડ્યો હતો. જેના કારણે કપલ અને ફોટોગ્રાફર જીવ બચાવીને ત્યાંથી ભાગવું પડ્યું હતું.
લગ્નના દિવસને વર-કન્યા યાદગાર બનાવવાની ઈચ્છા રાખે છે. જેના માટે મોટી-મોટી તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકી અને એમી મેકી કંઈક આવું જ કરી રહ્યાં હતા. લગ્નનો દિવસ હતો એટલે વેડિંગ શૂટની ખાસ તૈયારીઓ ચાલી રહી હતી. પ્રોફેશનલ ફોટોગ્રાફર બોલાવવામાં આવ્યો હતો. મસ્ત લોકેશન પર તસવીરો ખેંચાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો પણ ત્યારે જ કંઈક એવું થયું કે, બંનેને જીવ બચાવીને ભાગવું પડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -