સુરતઃ યુવતી કારખાનેદારને રૂમમાં લઈ ગઈ ને પોતે સંપૂર્ણ નગ્ન થઈને વળગી પડી, પછી શું થયું? જાણો વિગત
આ બે જણાએ નીતિનનાં કપડાં કાઢી નાખ્યાં હતાં અને તેને પણ નગ્ન કરી દીધો હતો. પછી તેને યુવતીની બાજુમાં નગ્ન બેસાડી ફોટા પાડી લીધા હતા. આ ઉપરાંત બીજી આપત્તિજનક સ્થિતીના ફોટા પાડી બળાત્કાર કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે કહ્યું કે, આ કેસમાં તે 20 વર્ષ સુધી છૂટશે નહિ. તેમણે નીતિનને જુદી જુદી રીતે ધમકાવ્યો હતો અને ચારેય જણાએ તેની પાસેથી 2 લાખ રૂપિયાની રકમ પડાવી લીધી હતી. કારખાનેદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ જોઈને કારખાનેદાર ગભરાઇ ગયો હતો. નીતિને યુવતીને એવું કહ્યું હતું કે, ‘મારાં લગ્ન થઈ ગયાં છે. મારે પત્ની અને બાળકો છે. તમે આવું કેમ કરો છો.’ નીતિને બહાર જવા રૂમનો દરવાજો ખોલતાં જ અંદર બે જણા પોલીસના ડ્રેસમાં ઘૂસી ગયા હતા. તેમણે નીતિનને તમાચો મારી દીધો હતો.
ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તેમાં આરોપી તરીકે અંકિતા નિકુંજ સાંઘાણી હતી. તેની પોલીસે ધરપકડ કરી તે વખતે છોડાવવા માટે ગોવિંદ દેવસી તેનો દિયર બનીને આવ્યો હતો. આ બાબતે અમરોલી પોલીસના પીએસઆઈને પણ વાત કરી હતી. આ ગેંગની ઓલપાડના કેસમાં પણ સંડોવણી હોવાની શક્યતાઓ છે.
કારખાનેદારે પોતાના કારીગરને લઈને ઓલપાડ ઉમરાગામ સુરમંદિર એપાર્ટમેન્ટમાં મળવા માટે ગયો હતો. કારીગર બહાર ઊભો રહ્યો હતો અને યુવતી તેને સાડી બતાવવાના બહાને રૂમમાં લઈ ગઈ હતી. રૂમમાં જતાં જ તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં અને સંપૂર્ણ નગ્ન થઈને નીતિનને વળગી ગઈ હતી.
આ કારખાનેદારનું નામ નીતીન છે અને તેના કારીગર પર યુવતીનો મેસેજ આવ્યો હતો. તેને વાંચતાં ન આવડતું હોવાથી નીતિન પાસે મેસેજ વંચાવવા આવતો હતો. કારીગર પાસેથી યુવતીએ નીતિન વિશેની વિગતો જાણી લીધી હતી અને એક દિવસ યુવતીએ વીડિયો કોલ કર્યો હતો.
યુવતીએ સાડીઓમાં ડાયમંડનું જોબવર્ક હોવાની વાત કરી હતી. બજાર કરતાં સસ્તા ભાવે જોબવર્ક કરી આપવાની વાત કરીને યુવતીએ નીતિનને લલચાવ્યો હતો. નીતિને તેને પોતાનો નંબર આપ્યો હતો. એ પછી યુવતીએ તેને સીધો ફોન કરીને હું સાડીઓમાં જોબવર્ક કરૂ છું, તમે એક વાર મારા ઘરે આવીને જોઈ જાવો, એવું કહ્યું હતું.
સુરત : સુરતમાં પુરૂષોને ફોન કરીને યુવતી શારીરિક સંબંધો બાંધવાના બહાને મળવા બોલાવે ને પછી યુવતીઓ સાથે તેમના અશ્લીલ ફોટા પાડીને રૂપિયા ખંખેરે એ કાંડમાં એક કારખાનેદાર પણ ફસાયો હતો પુણા ગામના કારખાનેદારે તે કેવી રીતે ફસાયો તેની વિગત પોલીસને જણાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -