ગુજરાત ચૂંટણીઃ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસના વિજેતા ઉમેદવારોથી વધુ વોટ નોટાને મળ્યા
માણસાઃ કોંગ્રેસના સુરેશ પટેલનો 524 મતથી વિજય થયો છે. અહીંયા 3000 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેતપુરઃ જેતપુર કોંગ્રેસના ઉમેદવાર રાઠવા સુખરામભાઇનો 3052 મતથી વિજય થયો છે. જ્યારે નોટાને 6155 મત મળ્યાં છે.
અમદાવાદઃ સોમવારે ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીના જાહેર થયેલા પરિણામોમાં લાખો મતદારોએ ભાજપ-કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષના ઉમેદવારને મત આપવાના બદલે નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5,51,431 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જ નોટાનો ઉપયોગ થયો હતો. ચૂંટણીપંચના આંકડા મુજબ ગુજરાતના કુલ મતના 1.8 ટકા વોટ નોટાને મળ્યા છે. કેટલીક જગ્યાએ નાના રાજકીય પક્ષોથી વધુ વોટ નોટાને મળ્યા છે. મોટાભાગે દરેક મત વિસ્તારમાં બે-ચાર હજાર મતો નોટાને મળ્યાં છે. બોટાદમાં ભારે રસાકસી બાદ ભાજપના સૌરભ પટેલનો 906 વોટથી વિજય થયો. અહીંયા નોટાને 1334 વોટ મળ્યા છે.
મોડાસાઃ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ માત્ર 1570 વોટથી જીત્યા છે. નોટાને વિજેતા ઉમેદવારની જીતના અંતરથી ડબલ 3681 મત મળ્યા છે.
છોટા ઉદેપુરઃ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં કોંગ્રેસના મોહનસિંહ રાઠવાએ ભાજપના જશુભાઇ રાઠવાને 1093 મતથી હાર આપી છે. જ્યારે નોટાને 5870 વોટ મળ્યાં છે. આ ઉપરાંત અહીંયા આમ આદમી પાર્ટીને 4551 અને પક્ષને 3592 વોટ મળ્યા છે.
રાજકોટ ગ્રામ્યઃ ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠિયા 2179 વોટથી જીત્યાં છે. જ્યારે નોટાને 2559 વોટ મળ્યાં છે.
ડાંગઃ કોંગ્રેસના ગામિત મંગળભાઈનો 786 વોટથી વિજય થયો છે. જ્યારે નોટાને તેનાથી આશરે ત્રણ ગણા 2181 વોટ મળ્યા છે.
પ્રાંતિજઃ ભાજપના ગજેન્દ્રસિંહ પરમારનો 2551 વોટથી વિજેતા બન્યા, નોટાને 2907 મત મળ્યા છે.
ગોધરાઃ અહીં ભાજપના સીકે રાઉલજીનો માત્ર 167 વોટથી વિજય થયો છે. નોટાને 3050 વોટ મળ્યાં છે.
ધોળકાઃ ભાજપના દિગ્ગજ નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસામા 327 વોટથી વિજેતા બન્યા છે. અહીં નોટા પર 2347 લોકોએ પસંદગી ઉતારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -