કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલીમાં સર્જાયા ઘર્ષણ અને અથમાણના ભયાનક દ્રશ્યો, જુઓ આ રહી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાસક પક્ષ ભાજપ તરફથી પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અહીં SP, 5 DySP, 10 PI, 35 PSI, 70 મહિલા પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસ સહિત SRPની 5 કંપની તૈનાત પણ કરાઈ હતી.
કોંગ્રેસના નેતાઓ માટે એક બળદગાડું તૈયાર કરાયું હતું. જેમાં બેસીને કોંગ્રેસ વિધાનસભાનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસની આક્રોશ રેલીમાં રાજ્યના ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતાં.
તોફાનના સંકેત આપતા કોંગ્રેસે તો આજે સવારે સત્ર શરૂ થવાના ટાણે આક્રોશ રેલી દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ તરફથી આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે નવ વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ 10 વાગ્યા સુધી કાર્યક્રમ શરૂ થયો નહતો.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મંગળવારે અને બુધવારે એમ બે દિવસ માટે મળી રહ્યું છે. કોંગ્રેસ વિધાનસભાનો ખેડૂતો અને અન્ય મુદ્દાઓને લઈને ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસ પર પથ્થરમારો થતાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થયાં હતાં. ધારાસભ્યોની ગાડી અંદર જતાં રોકવામાં આવતા પોલીસ અને ધારાસભ્યો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતાં. જ્યારે વીરજી ઠુમ્મર અને ગેની બેન ઠાકોર અન્ય ધારાસભ્યો સાથે પોલીસની બોલાચાલી થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -