રાજ્યની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ સરકારને 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ કેમ આપ્યું ? સરકાર નહીં માને તો 11 શિક્ષિકા સહિત કેટલા શિક્ષકો કરાવશે મુુંડન ?
મળતી જાણકારી અનુસાર, સરકારી શાળાની સરખામણીમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકોને ઓછો પગાર વધારો, સળંગ નોકરી તથા સાતમાં પગારપંચના તફાવતના હપ્તા અંગેની રજૂઆતો બાદ પણ કોઈ નક્કર પરિણામ ન આવતાં તાજેતરમાં મહામંડળની કારોબારી બેઠક મળી હતી. જેમાં સરકારને આ તમામ માંગણીઓના નિરાકરણ માટે શિક્ષક દિન એટલે કે, 5 સપ્ટેમ્બર સુધીની મુદત અપાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના આ પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની કારોબારી સમિતિની બેઠક મળી હતી. મહામંડળના પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું કે, પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન પહેલાં આ માંગણીઓ ન ઉકેલાય તો 16 સપ્ટેમ્બરના રોજ મહેસાણા, રાજકોટ, વડોદરા, સુરત ખાતે શિક્ષણ સહાયક ભાઈઓ-બહેનો, કાયમી શિક્ષકો, રાજય તથા જિલ્લાના હોદ્દેદારો મુંડન કરાવશે. અત્યાર સુધી 216 ભાઈઓ અને 11 બહેનોએ મુંડન' માટેની તૈયારી દાખવી છે. આ માટે હજુ નોંધણી ચાલી રહી છે જેથી આંકડો વધી શકે છે.
ફિકસ પગારની નોકરીમાં ઉચ્ચતર પગાર તેમજ નિવૃત્તિ વિષયક લાભ માટે 2006 પછી સરકારી કર્મચારીની નોકરીને સળંગ ગણી છે જયારે ફિકસ પગારની યોજનાના પાયામાં રહેલા ગ્રાન્ટેડ શાળાના શિક્ષક સહાયકની નોકરી 2-7-1999થી સળંગ ગણી નથી. સરકારી કર્મચારીઓને બે વર્ષ અગાઉ સાતમુ પગારપંચ આપ્યું અને તફાવત ત્રણ હપ્તામાં અપાયો. જયારે ગ્રાન્ટેડ શાળાના 60 હજાર કરતા વધુ શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓને સરકારી કર્મચારી કરતાં એક વર્ષ મોડું આપ્યું છે જ્યારે તફાવત તો હજુ અપાયો નથી. જે ત્રણ હપ્તામાં આપવા અંગેની માંગ ઘણા લાંબા સમયથી ઉકેલાઈ નથી.
સરકાર તરફથી શિક્ષક દિન સુધીમાં આ માંગણીઓને સ્વીકારવામાં નહી આવે તો 16 સપ્ટેમ્બરે શિક્ષણ સહાયકોના પ્રશ્ને મહામંડળના સભ્યો એવા શિક્ષકો મુંડન કરાવશે. ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકોને સરકારી શાળાના શિક્ષણ સહાયકો કરતા રૂપિયા 6 હજારથી માંડીને રૂપિયા 12 હજારનો ઓછો વધારો અપાયો છે. જેથી શૈક્ષણિક ઇતિહાસમાં 26 વર્ષમાં પ્રથમ વખત ગ્રાન્ટેડ અને સરકારી શિક્ષકો વચ્ચે ભેદ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્ધારા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ સાથે થયેલા અન્યાય મામલે ગુજરાત રાજ્ય ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે આક્રમક વલણ અપનાવ્યું છે. ગુજરાત રાજ્ય ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓને થઇ રહેલા અન્યાયનો ઉકેલ લાવવા માટે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથે ચીમકી આપી હતી કે જો સરકાર શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ નહી લાવે તો શિક્ષકો 16 સપ્ટેમ્બરથી મુંડન કરાવીને વિરોધ નોંધાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -