નવરાત્રિના ત્રીજા નોરતે કિર્તીદાન ગઢવીના ઘરે પુત્રનો થયો જન્મ, જુઓ આ રહી તસવીરો
પુત્ર પ્રાપ્તિનો હરખ ર્કિતીદાન ગઢવીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરતા લખ્યુ કે, ‘તું છો તરણ અને તારણ વળી વંશ ને વધારણ, જય માતાજી..જય મોગલ...’ત્રીજા નોરતાના પવિત્ર દિવસે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે જેથી અમારા પરિવારમાં ખુશીનો માહોલ છે. આ પોસ્ટ સાથે ર્કિતીદાને સંતાન સાથેના ફોટોઝ પણ અપલોડ કરીને પોતાની ખુશી ફેન સાથે વ્યક્ત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણીતા ડાયરાના કલાકાર કિર્તીદાન ગઢવીના ઘરે પુત્રનો જન્મ થતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં તેમના પુત્રના ફોટા શેર કરીને તેમના ફેન્સને જાણકારી આપી હતી. નવરાત્રીના ત્રીજા નોરતાના પવિત્ર દિવસે મારા ઘરે પુત્રનો જન્મ થયો જેથી અમારા પરિવારમાં ખુશીનો માહોલ છે.
કિર્તીદાન ગઢવીને ત્યાં આ બીજા પુત્રનો જન્મ થયો છે. કિર્તીદાન ગઢવીનો મોટા પુત્રનું નામ ક્રિષ્ના છે. થોડા દિવસ પહેલા કિર્તીદાન ગઢવી અને તેમના પુત્ર કિષ્ના ગઢવીનું ગણપતિ સોંગ લોકપ્રિય થયું હતું.
રાજકોટ: નવરાત્રીના ત્રીજા દિવસે જ જાણીતા અને પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીના ઘરે પુત્રનો જન્મ થયો છે. કિર્તીદાન ગઢવીના પત્ની સોનલ ગઢવીએ શુક્રવારે મોડી રાત્રે પુત્રને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -