ગુજરાતની જાણીતી અભિનેત્રીની કારનો રાજસ્થાનમાં થયો અકસ્માત, કારનો વળી ગયો કચ્ચરઘાણ
મોનલ ગજ્જરનો જન્મ અમદાવાદમાં થયો છે. ફિલ્મ પહેલા તે એક ખાનગી બેંકમાં પણ કામ કરી ચુકી છે. બોલિવૂડ પહેલા તે સાઉથની ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલ્હાર ઠાકર સાથે તેણે ગુજરાતી ફિલ્મ 'થઈ જશે'માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. સૌપ્રથમ તેણે 'આઇ વિશ' નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. આ બાદ તેણે 'આવ તારુ કરી નાખું' અને તાજેતરમાં તે 'રેવા' ફિલ્મમાં પણ જોવા મળી હતી.
અકસ્માતમાં કારને ખુબ નુકસાન થયું છે પરંતુ સદભાગ્યે મોનલ ગજ્જર કે અન્ય કોઈને ઈજા પહોંચી નથી. અકસ્માત થતાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી જે તાત્કિલાક ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. સદનસીબે મોનલ અને તેના મિત્રો સુરક્ષિત છે. પરંતુ કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. આવા સમાચાર સોશિયલ મીડિયામાં વહેતા થયા છે.
ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જર તેના કેટલાંક મિત્રો સાથે આજે સવારે ઉદયપુરથી પરત ફરી રહી હતી. તે જન્મદિવસની ઉજવણી કરીને અમદાવાદ આવી રહી હતી તે દરમિયાન અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અભિનેત્રીની કારને અકસ્માત નડ્યો હતો.
ગુજરાતી ફિલ્મ ‘થઈ જશે’માં લીડ અભિનેત્રીનું પાત્ર ભજવનાર મોનલ ગજ્જરની કારને અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માત થયો હતો. મોનલ ગજ્જર જન્મદિવસની ટ્રીપ કરીને મિત્રો સાથે પરત ફરી રહી હતી તે દરમિયાન તેની કારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. તેવું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -