હાર્દિક પટેલને મળવા જવા માટે પાટીદારોએ શું કરવું પડે છે? જાણો વિગત
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ આજે બપોર બાદ 3 વાગ્યે આમરણાંત ઉપવાસ પર ઉતરવાનો છે. હાર્દિક પટેલ ભાડાના ફાર્મ હાઉસ પર ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલના ઉપવાસને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે SRPની ત્રણ ટુકડી ખડે પગે કરી દેવાઈ છે. આ સાથે 3 DCP, 8 ACP, 35 PI, 200 PSI અને 3000 પોલીસ જવાનો સુરક્ષા માટે તહેનાત કરી દેવમાં આવ્યા છે.
એટલું જ નહીં, અહીં આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આમ હાર્દિકનું ઘર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ સિવાય પાટીદાર ગઢ ગણાતા પૂર્વના વિસ્તારો અને બાપુનગર, ઓઢવ, નિકોલ સહિત અનેક વિસ્તારોમાં પોલીસનો મોટો ખડકી દેવામાં આવ્યો છે.
અમદાવાદ રિંગ રોડ પરના ગ્રીનવૂડ રિસોર્ટમાં હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપી રહી છે. પોલીસની આ કાર્યવાહીથી પાસ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -