INDvAUS: આવતીકાલથી ત્રીજી ટેસ્ટ, જાણો કેટલા વાગે થશે શરૂ અને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી સિડનીમાં શરૂ થશે. હાલ ચાર મેચની સિરીઝ અત્યારે 1-1થી બરાબરી પર છે. ભારતીય ટીમમાં ફેરફાર થશે તે નક્કી છે. ઓપનર મયંક અગ્રવાલના સ્થાને રોહિત શર્માનો સમાવેશ નક્કી છે. જ્યારે ઈજાગ્રસ્ત ઉમેશ યાદવના સ્થાને શાર્દુલ ઠાકુર કે નવદીપ સૈનીને મોકો મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રીજી ટેસ્ટ માટે સંભવિત ભારતીય ટીમઃ શુબમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર/નવદીપ સૈની (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે 5 વાગ્યાથી મેચ શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ નું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી થશે. લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાશે.
રોહિત શર્માએ અત્યાર સુધી વિદેશમાં કોઈ ટેસ્ટમાં ઓપનિંગ કરી નથી. આ ટૂર પર તેણે પ્રેક્ટિસ મેચની તક મળી નથી. જેના કારણે સીધો જ ઓપનિંગમાં ઉતારવામાં આવે તો મુશ્કેલી પણ પડી શકે છે. જોકે સિડનીની પીટ બેટ્સમેનોને અનુકૂળ માનવામાં આવે છે, તેથી કોઈ મુશ્કેલી નહીં થાય તેમ લાગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -