આ કાર કાચિંડાની જેમ રંગ બદલશે! હાથના ઇશારા અને ગીતોથી ગ્રાફિક ચેન્જ થશે, જુઓ Pics
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોન્ચિંગ માટે બ્રિટનના જાણીતા સિંગર ડુઆ લિપાએ 'બી ધી વન' શીર્ષકથી વીડિયો બનાવ્યો છે. જેમાં કારને સ્ટાર મુજબ લેવામાં આવી છે. એક્સપર્ટ પ્રમાણે કંપની ભવિષ્યમાં એવી કાર બનાવી શકે છે. તેના માટે લોન્ચિંગ યુનિક રીતે કરાયું.
તેના પર એલઇડી લાઇટ્સ હાથથી લગાવાઇ છે. તેમાં 5280 ફૂટ વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલાં 42 હજાર એલઇડી લગાવવાની યોજના હતી પરંતુ ટેક્નિશિયનની ભૂલથી એક લાઇટ ખીસામાં રાખી અને કાર તૈયાર થઇ ગઇ.
ગેસ્ચર મોડમાં હાથના ઇશારાથી ગ્રાફિકમાં ફેરફાર કરી શકાસે. કોન્સેપ્ટ કાર નથી તે છતાં કંપનીએ કારની કિંમત જણાવી નથી.
તેના માટે ત્રણ મોડ આપવામાં આવ્યા છે. અટ્રેક્ટ મોડ કલરફુલ ગ્રાફિક્સનો લૂપ બતાવે છે. જેમાં કારની સ્ટ્રોન્ગ લાઇન દેખાય છે. મ્યુઝિક વિઝ મોડમાં સ્ટિરિયો પર વાગી રહેલાં ગીતો પ્રમાણે ગ્રાફિક પણ બદલાશે.
નાગોયા-જાપાન: જાપાનની ફોટોલેક્સસ કંપનીએ એક એવી કાર રજૂ કરી છે જે કાચિંડાની જેમ રંગ બદલશે. આ વાત સાંભળતા તમને આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે. આ વાત ફોટોલેક્સસની નવી સેડાન 2017 લિટ એસઆઇની છે. ખાસ વાત છે કે કાર પર 41999 પ્રોગ્રામેબલ એલઇડી લાઇટ્સ લગાવવામાં આવી છે. જેનાથી કારનો કલર ઇચ્છા મુજબ બદલી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -