સુરત: પોલીસે દારૂની પાર્ટીમાં રેડ પાડી ત્યારે હાઈપ્રોફાઈલ મહિલાઓએ કેવી રીતે પોતાનું મોઢું સંતાડ્યું, જુઓ આ રહી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોટલમાં પોલીસ જ્યારે રેડ પાડી ત્યારે મહિલાઓ દારૂ પીધેલી હાલતમાં હતી અને મહિલાઓ એક સાથે ડાન્સ કરતી હતી. આ તમામની પોલીસ ધરપકડ કરી હતી તે દરમિયાન મીડિયા સામે પોતાનો ચહેરો છૂપાવવા માટે તમામ મહિલાઓએ પોતાનું મોઢું સંતાડી દીધું હતું.
મહિલાઓ જાણે કોઈ લગ્ન હોય તેવી રીતે તૈયાર થઈને પાર્ટીમાં કાર લઈને પહોંચી હતી. જેમાં ઘણી મહિલાઓ તો વન પીસ પહેરીને દારૂની પાર્ટીમાં પહોંચી હતી. જે જોતાં એવું લાગી રહ્યું છે કે તમામ મહિલાઓ બિલ્ડર, કાપડનાં વેપારી, હીરા વેપારીના પરિવારની હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના પોષ વિસ્તાર એવા પીપલોદમાં આવેલી ઓઇસ્ટર હોટેલમાં પોલીસે રેડ પાડી હતી ત્યારે હોટલમાં 40 જેટલી મહિલાઓ દારૂની મહેફિલ માણી રહી હતી. આ મામલે પોલીસે 21 મહિલાઓની અટકાયત કરવામાં આવી છે, જોકે હોટલમાં 40થી વધારે મહિલાઓ હોવાનું સામે આવ્યું છે.
સુરતના પીપલોદની ઓઈસ્ટર હોટલમાં ઘણી મહિલાઓ મેહેફિલ માણી રહી છે એવી બાતમીના આધારે ઉમરા પોલીસે શુક્રવારે રાત્રે આ હોટલમાં દરોડો પાડ્યો હતો. જે જગ્યાએથી દારૂની મહેફિલ માણતી 21 મહિલાઓ ઝડપાઈ ગઈ હતી. આ સાથે જ બિયર અને વોડકાની પાંચ-છ બોટલ પણ કબજે કરાઈ હતી. મહેફિલમાં 40 મહિલાઓ હોવાની શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -