અંબાણીના પુત્રની બર્થ ડેના ડેકોરેશનમાં 500 ને 2000ની નોટો વપરાતાં ATMમાં રોકડ ખૂટી? જાણો શું છે હકીકત
આરબીઆઈએ આ મામલે કહ્યું હતું કે તેણે નોટોના છાપકમની ગતી પણ વધારી દીધી છે કે 500 અને 200 રૂપિયાની નોટ દરરોજ જેટલી છપાતી હતી તેનાથી વધારે છાપવામાં આવી રીહ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ઉભી થયેલી રોકડની તંગી મામલે સરકારે ચૂંટણીને જવાબદાર ગણાવી હતી. જ્યારે નિષ્ણાંતોનું કહેવું હતું કે, 200 રૂપિયાની નોટ એટીએમમાં આવી શકે તે માટે કેલિબ્રેટ ન થઈ શકી હોવાને કારણે રોકડની તંગી ઉભી થઈ છે.
આ તસવીરમાં તમને 500 અને 2000 રૂપિયા ઉપરાંત 5, 20 અને 50 રૂપિયાની નોટોથી કરેલી સજાવટ પણ જોવા મળશે. જોકે તસવીરોને જોતા એવું લાગે છે કે આ બધી નોટો પણ નકલી જ હશે.
જોકે તસવીરોને ધ્યાનથી જોશો આ દાવો પોકળ સાબિત થશે. કારણ કે તસવીરમાં જે નોટો દેખાઈ રહી છે તે અસલી નથી પરંતુ નકલી નોટોથી કરેલી સજાવટની છે. 500 અને 2000ની નોટને તમે ધ્યાનથી જોશો તો તેમાં તમને ‘ભારતીય મનોરંજન બેંક’ લખેલું વંચાશે. જ્યારે કેટલીક નોટ પર ચૂરણ લેબલ લખેલું પણ જોવા મળશે.
સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવતો હતો કે આ 500 અને 2000ની નોટોથી કરવામાં આવેલ સજાવટ મુકેશ અંબાણીના દીકરાના બર્થડે સેલિબ્રેશનમાં કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં આ તસવીરના માધ્યમથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે રોકડની જે તંગી ઉભી થઈ છે આ સજાવટને કારણે જ થઈ છે.
જોકે સોશિયલ મીડિયામાં એટીએમમાંથી રોકડ ખૂટી ગઈ હોવાને લઈને અનેક કારણો અને તર્ક વિતર્કો જોવા મળી રહ્યા હતા. તેમાં કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી જેમાં તમે 500 અને 2000ની નોટથી કોઈ ફંક્શનની સજાવટ કરવામાં આવી હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ દેશના કેટલાક ભાગોમાં રકોડની તંગી ઉભી થયાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં કેટલાક રાજ્યોમાં નોટબંધી જેવી સ્થિતિ ફરી ઉભી થઈ હતી. મોટાભાગના એટીએમ ખાલી થઈ ગયા હતા. જોકે સરકારે આ મામલે પૂરતી રોકડ હોવાનો કહ્યું હતું અને સાથે જ થોડા જ દિવસમાં સ્થિતિ સામાન્ય થવાનું પણ કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -