નરેન્દ્ર મોદી ફેન ક્લબ દ્વારા મહિલા દિને સાચી કર્મવીર મહિલાઓનું સન્માન કરીને કરાઈ અનોખી રીતે ઉજવણી, જુઓ વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોપીબેન સૂર્યવંશી : ફ્રેશ મકાઈનો ધંધો લો ગાર્ડન પાસે કરે છે. રોજનાં બસો ત્રણસો અને ચોમાસામાં સારી કમાણી કરેછે. દિકરી દસમા ધોરણમાં અને દિકરો કોલેજમાં ભણે છે. પતિની સાથે હારોહાર કામ કરે છે. બીજા બધા સાંજે આવે છે, જ્યારે તેઓ બપોરે બે વાગ્યે આવી જાય છે.
રામીબેન ફુલવારીઃ નવાવાડજ શાક માર્કેટમાં છેલ્લા વીસ વર્ષથી સ્લીપરનો વેપાર કરે છે. એમના પતિ પણ આજ વેપાર કરે છે બીજા માર્કેટમાં રોજના માંડ 50 થી 100 કમાય છે. ચોમાસામાં ઘરે વહેલા આવવુ પડે છે. બે દિકરા ને એક દિકરી ને સારી સ્કુલમાં ભણાવવા માટે વેપાર કરે છે.
લીનાબેન છેલા : છત્રીસ વર્ષંથી સીઝનેબલ વસ્તુ વેચી ગુજરાન ચલાવેછે. એમને ગમતી લાલ કલરની સાડી જોઈને આનંદિત થઈ ઉઠ્યા હતા.
ગીતાબેન દંતાણી : શાસ્ત્રીનગર વિસ્તારમાં શાક વેચીને ગુજરાન ચલાવેછે. જયારથી સમજ આવી ત્યારથી કામ કરે છે.ત્રણ દીકરી અને બે દીકરા છે. પૈસા ન હોવાથી તેમના કોઈપણ સંતોનો સ્કુલ જતા નથી. બાળકો પણ સાથે શાક વેચવા આવે .આજ સુધી કોઈએ કંઈજ આપ્યુ નથી પહેલીવાર સારી ગીફટ જોઈને રડી પડ્યા હતા.
લક્ષ્મીબેન રાઠોડ : ધર્મ અને નીતિમાં માનવાવાળા લક્ષ્મીબેન સરદાર પટેલ સ્ટેડીયમની સામે પુરી શાક બનાવીનેં વેચે છે. દર પૂનમે ગ્રાહકને વર્ષો સુઘી મફત જમાડતા હતા.પતિનું આઠ માસ પહેલા મૃત્યુ થતાં ઘરની બધી જવાબદારી આવી પડી. હવે તેઓ પોતે જ ધંધો સંભાળે છે.
શાંતાબેન વારીયા : છેલ્લા પચાસ વર્ષથી માટલાનો ધંધો કરે છે. આખુ ખાનદાન આ ધંધો કરે છે. પતિના હોવાથી પોતે પોતાનો ખર્ચ ઉપાડે છે. જે કમાય તેમાંથી વહુ પણ આપે છે. કોઈના ઉપર બોજો બનતા નથી. વહુ દિકરાને પણ મદદ કરે છે. 1000 રૂપિયાના વેચાણમાંથી 100 થી 200 રૂપિયાની કમાણી કરે છે.
અમદાવાદઃ નરેન્દ્ર મોદી ફેન ક્લબ દ્વારા ગુરુવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શેરી-બજારમાં નાનો-મોટો વેપાર કરતી બહેનો સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલબના પ્રમુખ ગ્રીષ્મા ત્રિવેદી સહિત કલબની અન્ય મહિલાઓ દ્વારા સાડી ભેટમાં આપી શેરી-બજારમાં વેપાર કરતી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. રાધાબેન લો ગાર્ડનની પ્રખ્યાત ગલીમાં ચણીયા ચોળી વેચે છે. કોઈ ડીગ્રી કે ભાષાનું જ્ઞાન ન હોવા છતાં દુનિયાના કોઈપણ ખૂણેથી આવેલા ગ્રાહક જોડે વાતચીત કરી વેચાણ કરેછે. વેચાણ અને માર્કેટીંગનું ઉમદા ઉદાહરણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -