આજથી બદલાઈ જશે RSSનો યૂનિફોર્મ, ખાખી ચડ્ડીની જગ્યાએ ટ્રાઉઝરમાં જોવા મળશે સ્વયંસેવક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંઘે પોતાના મુખ્ય અતિથિ તરીકે આ વખતે ભારતીય આર્થિક સેવામાંથઈ સેવાનિૃત્ત થયેલ સત્યપ્રકાશ રાયને આમંત્રણ આપ્યું છે.
જ્યારે પથ સંચાલનમાં પણ આ વખતે વધારે લોકોના આવવાની સંભાવના છે. આ વખતે સુરક્ષા પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સંઘસ્થલ પર પહોંચેલ નાગપુરના મેયરે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું, આજે દર વર્ષની જેમ જ પથ સંચાલન, વ્યાયામ યોગ, દંડ યોગ, ઘોષ, સાંઘિક ગીત વગેરે કાર્યક્રમ હશે. શસ્ત્રપૂજન પણ કાર્યક્રમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
આ પ્રેક્ટિસ ખાસ દશેરાની તૈયારીનો ભાગ છે. આ યૂનિફોર્મમાં સૌથી મોટો ફેરફાર એ જોવા મળ્યો કે, ખાખી પેન્ટની જગ્યાએ ભૂરા રંગની ફુલ પેન્ટે લીધી છે. સંઘ પરિવારની અન્ય તૈયારી પણ તમે તેશમીબાગ ગ્રાઉન્ડ પર જોઈ શકો છો.
સ્વયંસેવક સ્મૃતિ મંદિરની સામે પ્રેક્ટિસ કરતા કેટલાક આ અંદાજમાં જોવા મળ્યા. આ પ્રેક્ટિસની ખાસ વાત એ રહી કેતમામ કાર્યકર્તા ફુલ પેન્ટમાં જોવા મળ્યા. નવા યૂનિફોર્મમાં સ્વયંસેવક મોક ડ્રિલ કરતા જોવા મળ્યા.
આ વખતે દશેરાની ઉજવણીમાં આરએસએસ કરશે શક્તિપ્રદર્શન. વિતેલા કેટલાક વર્ષની તુલનામાં અંદાજે બે ગણા સ્વયંસેવકો આ વખતે દશેરાના ઉત્સવ માટે હાજર રહેશે. તેના માટે સંઘજો જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારા રાજ્યોની ચૂંટણી અને હાલમાં જ થયેલ સર્જિકલ સ્ટ્રાઇક બાદ સંઘનું શક્તિપ્રદર્શન ખૂબ જ મહત્ત્વનું છે. ઉલ્લેખનીય છે કે, સંઘ પરિવારના તમામ કાર્યકર્તા પ્રથમ વખત હાફ પેન્ટની જગ્યાએ પરા યૂનિફોર્મમાં જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -