જાણો, કોણે તૈયાર કર્યો વિરાટ-અનુષ્કાનો વેડિંગ ડ્રેસ
વિરાટ અને અનુષ્કા વચ્ચે 4 વર્ષથી અફેયર હતું. મેરેજ માટે બંનેએ ઇટલીના બોર્ગો ફિનોચિએટો લક્ઝરી રિસોર્ટ પર પસંદગી ઉતારી. આ સ્થાન ફ્લોરેન્સથી 100 કિલોમીટર દૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ અને અનુષ્કા ઇટલીથી સીધા જ દક્ષિણ આફ્રિકા જશે. જ્યાં વિરાટ અને અનુષ્કા નવું વર્ષ સાથે મનાવશે. અનુષ્કાના પ્રતિનિધિએ આની પુષ્ટિ કરી છે. જે બાદ અનુષ્કા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારત પરત ફરશે અને આનંદ એલ. રાયની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. આ ફિલ્મમાં શાહરૂખખાન તેનો હીરો છે.
વિરાટે મેરેજ માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. તે શ્રીલંકા સામેની વનડે અને ટી20 શ્રેણીમાં રમી રહ્યો નથી. તેના સ્થાને રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ કરી રહી છે.
વિરાટ અને અનુષ્કા માટે વેડિંગ ડ્રેસ ડિઝાઇન કરીને સબ્યાસાચી ખૂબ ખુશી અનુભવી રહ્યા છે. અનુષ્કા મેરેજ, મહેંદી અને સગાઇમાં સબ્યસાચીએ ડિઝાઇન કરેલી જ્વેલરી અને ડ્રેસમાં નજરે પડી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સબ્ચાસાચીએ ડિઝાઇન કરેલા વેડિંગ ડ્રેસ પહેરીને વિરાટ અને અનુષ્કા જિંદગીમાં નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા હોવાનો તેમને આનંદ છે.
આ ખાસ અવસર પર વિરાટ અને અનુષ્કા બંનેએ જાણીતા ડિઝાઇનર સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા વેડિંગ ડ્રેસ પહેર્યા હતા. મેરેજમાં દૂલ્હા-દુલ્હનમાં આ બંને ખૂબ સુંદર લાગતા હતા.
વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર શેર કરી. એક તસવીરમાં વિરાટ તેના પરિવારજનો અને અનુષ્કા સાથે સેલ્ફી લઇ રહ્યો છે અને બીજીમાં બંને ફેરા દરમિયાન હસી રહ્યા છે. એક વધુ તસવીર શેર કરવામાં આવી છે, જેમાં અનુષ્કા વરમાળા દરમિયાન વિરાટના ગળામાં માળા નાંખવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ વિરાટના એક મિત્રએ તેને ઉંચકી લીધો છે. જેના કારણે અનુષ્કા વરમાળા પહેરેવી શકતી નથી.
કોહલીએ આગળ લખ્યું, ‘અમે આ ખબર તમારી સાથે શેર કરવા ઈચ્છીએ છીએ. મિત્રો, પરિવારજનો અને પ્રશંસકોની શુભેચ્છાથી આ દિવસ ખાસ બની ગયો. અમારી સફરના મહત્વનો હિસ્સો બનવા માટે આભાર.’
કોહલીએ ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી. કોહલીએ તેના ટ્વિટની સાથે એક તસવીર શેર કરીને લખ્યું, ‘આજે અમે એકબીજાના પ્રેમમાં કાયમ માટે ખોવાઇ જવાનો વાયદો કર્યો.’
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે ઇટાલીમાં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા છે. વિરાટ અને અનુષ્કારએ પરિવારજનો તથા નજીકના લોકોની હાજરીમાં સાત ફેરા ફરીને એકબીજાના થઈ ગયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -