યૂરોપને પણ ઝાંખું પાડે તેવું છે સહારાનું આ હિલ સિટી, હવે તેની થશે હરાજી, જુઓ PICS
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે સહારાની એમ્બે વેલીને હરાજી કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે સહારા ગ્રુપ તેના ઇન્વેસ્ટર્સને રૂપિયા ચૂકવવા માટે ફન્ડ ડિપોઝિટ કરવામાં નિષ્ફળ રહેતાં આ આદેશ સંભળાવ્યો છે. એમ્બીવેલીની કિંમત 39,000 કરોડ આંકવામાં આવી છે. રોકાણકારો પાસેથી પૈસા લેવાની સ્કીમને સેબીએ ગેરકાયદેસર જાહેર કરતા 2012માં સહારા કોર્ટમાં ગઇ હતી. સેબીએ 36 હજાર કરોડ રૂપિયાની વસૂલાત કરી રોકાણકારોને પાછા આપવાની અપીલ કરી હતી.
એમ્બે વેલીમાં તમે ત્યારે જ રોકાઈ શકો છો જ્યારે તમને સહારા ગ્રુપ તરફથી નિમંત્રણ મળ્યું હોય. અહીં તમે સીધું બુકિંગ કરાવની આવી નથી શકતા. તેના માટે તમને સહારા ઇન્ડિયા પરિવાર તરફથી નિમંત્રણ મળવું જરૂરી છે. એમ્બે વેલીની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
લોનાવાલાથી 23 કિલોમીટરના અંદર પર મુંબઈ-પુણે હાઈવે પર આવેલ છે એમ્બે વેલી સિટી. આ પુણેથી 87 અને મુંબઈથી 120 કિલોમીટર દૂર છે. કુલ 10600 એકરમાં એમ્બે વેલી ફેલાયેલ છે. અહીંનો આખો વિસ્તાર પહાડી છે. એમ્બે વેલીમાં લક્ઝરી બંગલા ઉપરાંત ગોલ્ફ કોર્સ, સ્પેનિશ કોટેજ, ઇન્ટરનેશનલ સ્કૂલ, પ્લે ગ્રાઉન્ડ અને ફોર્ચ્યૂન ફાઉન્ટેન છે.
એમ્બે વેલીમાં વોટર સ્પોર્ટ્સ ઉપરાંત એડવેન્ચર સ્પોર્ટ્સની ઘણી ઈવેન્ટ્સ પણ થાય છે. ઉપરાંત સ્કાઈ ડાઈવિંગ જેવી સુવિધા પણ અહીં આપવામાં આવે છે.
સુંદર ખીણ, તળાવ અને લક્ઝરી બંગલા ઉપરાંત એમ્બી વેલીમાં એક ખાસ વાત અહીંનું રનવે છે. અહીં ખાનગી રવને છે, જે સહારા ગ્રુપ તરફથી બનાવવામાં આવ્યું છે. એમ્બી વેલીમાં દેશના દિગ્ગજ વીઆઈપીઓના બંગલા છે. આ લોકો ખાનગી જેટ રાખે છે.
પોતાના લુકમાં યૂરોપને પણ પાછળ છોડી દેનારી એમ્બે વેલી સહારા ગ્રુપની પ્રોપર્ટી છે. મુંબઈ સ્થિત હિલ સ્ટેશન લોનાવાલાથી તેનું અંતર માત્ર 23 કિલોમીટર છે, જ્યારે પુણે શહેર અહીંથી અંદાજે 87 કિલોમીટર દૂર છે. તેને ભારતની પ્રથમ પ્લાન હિલ સિટી ગણવામાં આવી રહ્યું છે. 40 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ આ હિલ સિટીની ખાસિયત આ પ્રમાણે છે.
સેબીએ કોર્ટ પાસેથી માંગ કરી હતી કે સહારાની પ્રોપર્ટી પર રિસીવર બેસાડવામાં આવે. જે તેમની સંપત્તિને વેચીને રોકાણકારોને રૂપિયા પાછા આપે. આ કેસમાં 2014માં સુબ્રોતો રોય સહારાને કસ્ટડીમાં લીધા હતા. પછીથી 10 હજાર કરોડ રૂપિયાની જામીન પર તેમને પેરોલ પર છોડવામાં આવ્યા હતા. આ પછી જામીનની મુદ્દતો વધારવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -