રાજપથ ક્લબના કોચે બે માસુમ છોકરીઓને પટ્ટાથી ફટકારી, જાણો વિગત
આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે તે પ્રમાણે કોચ છોકરીઓને વારાફરતી પટ્ટાથી ફટકારી રહ્યો છે. આ સમયે સ્વિમિંગ પૂલમાં અન્ય મહિલાઓ અને યુવતીઓ સ્વિમિંગ કરી રહી છે. આ બધું નિહાળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજપથ ક્લબમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાનો છે. બે છોકરીઓને કોચે પટ્ટા વડે ફટકારી હોવાના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં સ્વિમિંગ કોસ્યુમમાં બે યુવતીઓ અને ત્યાં હાજર કોચ પોતાની પાસે બોલાવી રહ્યો છે. જેમાંથી છોકરીઓ ફફડી રહી છે અને કોચ તેને પોતાની નજીક બોલાવી રહ્યો છે.
આ બનાવ બન્યો તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતાં. જેમાંથી કોઈએ એક વ્યક્તિએ આ વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો છે. આ સંદર્ભે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ જે પ્રમાણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ક્લબની ગરીમાને રીતસર હચમચાવી દે તેવી છે.
અમદાવાદ: અમદાવાદની જાણીતી ક્લબ ફરી વિવાદમાં આવી છે. રાજપથ ક્લબમાં સ્વિમિંગ શીખવા આવતી છોકરીઓને કોચ હાર્દિક પટેલ તમામ મર્યાદાઓ નેવે મૂકીને પટ્ટાથી માર મારતો વીડિયો વાયરલ થયો છે. છોકરીઓ રીતસર આ કોચ હાર્દિકથી ફફડી ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -