રાજકોટમાં ટીમ ઈન્ડિયા અને વિન્ડીઝના ખેલાડીઓને કઈ કાઠિયાવાડી વાનગીઓ પીરસવામાં આવી? જાણો વિગત
2018માં ઈંગ્લેન્ડ સામે કેપ મેળવનાર વિકેટકીપર રિષભ પંતનો 4થી ઓક્ટબરે એટલે કે રાજકોટમાં ટેસ્ટ શ્રેણીના પ્રથમ દિવસે જ જન્મદિવસ છે. રિષભ તેનો જન્મદિવસ રાજકોટમાં ઉજવશે. રિષભ પંતના જન્મદિન માટે ખાસ ક્રિકેટ પીચની આકૃત્તિવાળી કેક તૈયાર કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત અન્ય ખેલાડીઓએ અન્ય વાનગીઓ આરોગી હતી. કેરેબિયનોને બ્રેકફાસ્ટમાં 50થી વધુ વ્યંજનો પીરસવામાં આવ્યા હતા. કેરેબિયનોને સાંજે કાઠિયાવાડી વ્યંજનો રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા પીરસવામાં આવ્યા હતા.
ભારતીય ખેલાડીઓએ મંગળવાર સવારે 10 વાગ્યે બ્રેકફાસ્ટ કર્યો હતો. બ્રેકફાસ્ટમાં 127 આઈટમ મુકવામાં આવી હતી. જે પૈકી કેપ્ટન કોહલીએ માત્ર ગ્રીન ટી, બટેટા પૌઆ અને કેલોક્સ વીથ મિલ્ક લીધું હતું.
કેરેબિયન ખેલાડીઓને સાંજના જમણમાં ખાસ રીંગણનો ઓળો અને બાજરાના રોટલા પીરસવામાં આવ્યું હતું જેનો સ્વાદ માણ્યા બાદ ખેલાડીઓ ખુશ થઈ ગયા હતાં તેવી રાજકોટમાં ચર્ચા ચાલી રહી છે. જોકે બુધવારે કેરેબિયનોને મીઠાઈમાં ખાસ ખીર, સેવૈયા, જાંબુ અને જલેબી પીરસવામાં આવે તેવી શક્યતા છે.
રાજકોટના મહેમાન બનેલા ભારત અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને વૈભવી હોટેલમાં પરંપરાગત કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવ્યું હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સવારે બ્રેકફાસ્ટમાં ગ્રીન ટી, બટેટા પૌઆ અને કેલોક્સ વીથ મિલ્ક લીધું હતું. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -