રાજકોટઃ ભારતીય ટીમનું એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત, વિરાટ-અનુષ્કા પણ જોવા મળ્યા સાથે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ વાસીઓમાં ખેલાડીના સ્વાગત માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ ખાતે પ્રથમવાર આગામી 9 થી 13 નવેમ્બરના સુધી ઇંડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવાની છે. ખેલાડીઓ આગામી 10 દિવસ રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયેલો રહેશે. આજે સાંજે વિરાટ કોહલી જન્મ દિવસની પાર્ટી આપશે. તે સિવાય જાડેજા અને પુજારા પોતાના હોમ ટાઉનમાં ભારતીય ખેલાડીઓને પાર્ટી આપે અને શહેરની શેર કરાવે તેવી શક્યતા છે.
રાજકોટઃ ઇંગ્લેડ સામેની પ્રથમ ટેસ્ટ રમવા ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટ આવી પહોચીં છે. કિર્કેટ ટીમના કોચ કુંબલે સહિતના ભારતીય ખેલાડી રાજકોટ આવી પહોચ્યાં હતા તેમનું એરપોર્ટ પર હાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું આજે વિરાટ કોહલીનો જન્મ દિવસ હોઇ તે ક્રિકેટ પ્રેમીઓમાં આકર્ષણનું કેંદ્ર બન્યો હતો. સૌથી રસપ્રદ વાત એ રહી કે કોહલી સાથે તેની પ્રેમિકા અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. વિરાટ કોહલીની ફેન અનેક યુવતીઓ કેક સાથે તેનું સ્વાગત કરવા પહોંચી હતી. ઇંગ્લેડની ટીમ આવતી કાલે રાજકોટ ખાતે આવી પહોંચશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -