સુરતઃ અલ્પેશ કથિરીયાની ધરપકડ બાદ ભડક્યા પાટીદારો, પાસના કાર્યકરોએ સળગાવી BRTS બસ
પોલીસ ચોપડે વૉંટેડ આરોપી પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરવામાં આવ્યા બાદ પાટીદારોએ શહેરના સરદાર પટેલ ચોકમાં રામધૂન બોલાવી વિરોધ કરી રહ્યા હતા. તે સમયે પોલીસે પાસના નેતા નયન જીવાણીની પણ અટકાયત કરી હતી. દરમિયાન પાટીદારો પોલીસ સ્ટેશન પહોંચતા નયનને મુક્ત કરી દેવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ બાદ મોડી રાત્રે સુરતમાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો અને શહેરના યોગીનગર BRTS જંકશનમાં તોડફોડ કરી હતી. ટોળાએ રસ્તામાં લોકોને અટકાવીને કારના કાચ તોડ્યા અને ટાયરો પણ સળગાવ્યા હતા. શહેરભરની પોલીસને વરાછા, કાપોદ્રા, પુણા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખડકી દેવાઇ હતી. મોડીરાત સુધી પરિસ્થિતિ તંગ રહી હતી. બપોરે 3 કલાકે સુરત મહાનગર પાલિકાએ વરાછા તરફની તમામ બીઆરટીએસ અને સીટી બસ સેવા બંધ કરી દીધી હતી.
હાર્દિકે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો ગુજરાતની સંપત્તિને નુકસાન કરી રહ્યા છે.સૌને વિનંતી કરું છું કે શાંતિ જાળવો.વિરોધ અહિંસક હોય. હિંસાને મારુ સમર્થન નથી.નોંધનીય છે કે પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની વર્ષ 2015ના રાજદ્રોહના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરવામા આવી હતી.
સુરતઃ પાટીદાર નેતા હાર્દિક પટેલની અમદાવાદમાં અટકાયત બાદ સુરતના પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયાની રાજદ્રોહના કેસમાં ધરપકડ બાદ પાટીદારો ભડક્યા હતા અને સુરતમાં અનેક સ્થળોએ તોડફોડ કરી હતી અને આગચંપીની ઘટના બની હતી. અલ્પેશ કથિરીયાની વર્ષ 2015ના રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે પાસના કાર્યકરો ભડકી ઉઠયા હતા.
બીજી તરફ અલ્પેશ કથીરિયાની ધરપકડથી ગુસ્સે થયેલા પાટીદારોએ કાપોદ્રા શ્યામધામચોક સ્થિત બીઆરટીસ બસ ડેપોમાં ઘૂસી ગયા હતા અને બસો પર પથ્થરમારો કર્યો હતો. પાટીદારોએ યોગીચોકમાં ઠેરઠેર રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કર્યો હતો. દરમિયાન હાર્દિકે શાંતિ જાળવવાની અપીલ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -