પત્નીએ પતિના મોબાઈલમાં પ્રેમિકા સાથે અંગતપળોના ફોટો અને વીડિયો જોયા પછી શું થયું? જાણો અમદાવાદના કિસ્સો
પતિ પત્ની ઓર વો વચ્ચેનો ઝઘડો જાહેર રસ્તા પર ચાલી રહ્યો હોઇ તેના વીડિયો વાયરલ થયો હતો. જ્યારે ભાગી ગયેલા પતિને પાછા આવવા માટે અનેક વાર પત્નીએ ફોન કરવા છતાં તે આવ્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્ની અને પ્રેમિકા જ્યારે ઝઘડી રહ્યા હતા. ત્યારે પ્રેમિકાના માતા-પિતા ઘટનાસ્થળે આવી ગયા હતા. પત્નીએ પ્રેમિકાના પતિ સાથેની અંગત પળોના ફોટો તેના માતા પિતાને બતાવ્યા હતા. ફોટા જોઈ પ્રેમિકાના માતા-પિતાએ યુવાનની પત્ની સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું અને કહ્યું હતું કે, તારો પતિ મારી દીકરી સાથે આવા સંબંધ કેવી રીતે રાખી શકે.
પ્રેમિકાને મળવા પતિ જેવો બાઈક લઈને ઘરેથી નીકળ્યો એવી તરત જ પત્નીએ તેનો પીછો કરવાની શરૂઆત કરી દીધી હતી અને તેને પ્રેમિકા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તે દરમિયાન પતિ ત્યાંથી ભાગી ગયો હતો. જોકે પત્નીએ પ્રેમિકાનેએ ધોઈ નાખી હતી. જેને જોવા લોકોના ટોળાં વળ્યાં હતાં.
તે દિવસથી પત્નીએ પતિને રંગે હાથ ઝડપી પાડવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે શનિવારે તે બહાર જવાનું બહાનું કાઢી નીકળી અને ફ્લેટની છત પર સંતાઈને પતિ બહાર નીકળે તેની રાહ જોઈ રહી હતી. બીજી તરફ પ્રેમિકા પ્રેમીની રાહ જોઈ સીટીએમ બ્રિજ નીચે ઉભી રહી હતી.
અવાર-નવાર પ્રેમી અને પ્રેમિકા એકબીજાને મળતા હતા ત્યાર બાદ બન્નેએ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતાં. બન્નેએ સાથે વિતાવેલી અંગત પળોના ફોટો તથા વીડિયો પણ પોતાના મોબાઈલમાં ઉતાર્યાં હતા. યુવાનના ફોનમાં રહેલા ફોટો અને વીડિયો પત્નીએ જોઈ ગઈ હતી. તેણે પોતાના હાથ લાગેલા વીડિયો અને ફોટો અંગે પતિને કંઈ જણાવ્યું નહીં અને પતિને પ્રેમથી લગ્નેત્તર સંબંધનો અંત કરવા સમજાવ્યો હતો. જોકે તેણે આવું કંઈ નથી કહીને વાત સ્વીકારવાનો જ ઈન્કાર કરી દીધો હતો.
અમદાવાદના સીટીએમના એક ફ્લેટમાં રહેતા 30 વર્ષીય યુવતીના લગ્ન એક યુવાન સાથે થયા હતા. યુવાન તેના જ ફ્લેટમાં આવેલા અન્ય બ્લોકમાં રહેતી 21 વર્ષીય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર પ્રેમી અને પ્રેમિકા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં.
અમદાવાદ: અમદાવાદના સીટીએમમાં પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ જ પાઠ ભણાવ્યો હતો. પત્નીએ પતિ અને તેની પ્રેમિકાને રંગે હાથ ઝડપી પાડ્યા હતાં અને પ્રેમિકાને રોડ વચ્ચે ધોઈ નાખી હતી. જોકે પત્નીનો ગુસ્સો જોઈ પતિ ડરીને ભાગી ગયો હતો. પત્નીએ પતિની પ્રેમિકાની ધોલાઈ કરી ત્યારે લોકોના ટોળાં ભેગા થયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -