આ 7 સીટર કાર ભારતમાં 2021માં થઈ શકે છે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ
Tata Gravitas: ટાટા મોટર્સની આ કાર હેરિયર એસયુવીનું મોટું વેરિયન્ટ છે. જે 7 સીટર એસયુવી કાર છે. તે હેરિયરના ઓમેગા પ્લેટફોર્મ પર આધારિત છે. નવી ગ્રેવિટાસ ડોનર મોડલની તુલનાએ 63 મિમી લાંબી અને 80 મિની ઉંચી છે. તેમાં 2.0 લીટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન હશે. જે 168 PSનો મેક્સિમમ પાવર અને 350 Nmનો પીક ટોર્ક જનરેટ કરશે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ હશે. ગ્રેવિટાસ ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને લાઇટ અપહોલ્સ્ટ્રી શેડની સાથે અનેક આધુનિક ફિચર્સ સાથે લોન્ચ થવાની આશા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2021ના આગમનને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ઓટો ઈન્ડસ્ટ્રીને આગામી વર્ષ શાનદાર રહેવાની આશા છે. આગામી વર્ષે અનેક 7 સીટર કાર લોન્ચ થઈ શકે છે. લેટેસ્ટ ફીચર્સ સાથે આ સુપર એસયુવી કાર 7 સીટરથી લેસ હશે.
Hyundai Alcazar: સાઉથ કોરિયન કંપની હ્યુન્ડાઈની સૌથી વધુ ડિમાંડ ક્રેટાના નવા મોડલ લાવવાની તૈયારીમાં છે. ન્યૂ જનરેશન ક્રેટ 7 સીટર હશે. આ કારને ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવા મળી છે. નવી ક્રેટાનું નામ Hyundai Alcazar હોઈ શકે છે. જોકે કંપનીએ નામને લઇ હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. નવી 7 સીટર Hyundai Alcazar 5 સીટર ક્રેટાથી લાંબી હશે. નવી કાર ખાસ અપગ્રેડ ફીચર્સ સાથે મળશે. નવી કારમાં તમને 184bhpનું 1.4L ટર્બો પેટ્રોલ અને 113bhpનું 1.5l ટર્બો ડીઝલ એન્જિન મળી શકે છે.
Mahindra XUV500: મહિન્દ્રા તેની જાણીતી એસયુવી XUV500ને નવા લૂકમાં રજૂ કરવા જઈ રહી છે. સારા લુક, ફીચર્સ અને કેટલાક કોસ્મેટિક બદલાવની સાથે નવી 7 સીટર એસયુવી આગામી વર્ષે લોન્ચ થશે. ભારતની સૌથી દમદાર એસયુવી પૈકીની એકમાં Level 1 Autonomous Technology એટલે કે એડવાંસ્ડ ડ્રાઇવર અસિસ્ટેંસ સિસ્ટમ (ADAS) લાગેલી છે. તેની ડિઝાઇન એકદમ આકર્ષક હશે. જ્યારે લેટેસ્ટ ફીચર્સ પણ તેમાં હશે.
Mahindra Scorpio: મહિન્દ્રા તેની પોપ્યુલર કાર પૈકીની એક સ્કોર્પિયોનું અપડેટેડ અને અપગ્રેડ વર્ઝન માર્કેટમાં ઉતારી શકે છે. તેની કિંમત 10 થી 14 લાખ વચ્ચે હોઇ શકે છે. નાના શહેરોમાં આ કાર ઘણી લોકપ્રિય છે. નવી સ્કોર્પિયોમાં કોસ્મેટિક અપડેટ ઉપરાંત રી-ડિઝાઇન કેબિન અને નવા ફીચર્સ હશે. પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં તે લોન્ચ થઈ શકે છે. આ કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન હોઇ શકે છે. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -