Vastu Shastra: ઘરના કયા ખૂણામાં છુપાયેલું હોય છે સફળતાનું રહસ્ય, જાણો
કરિયર માટે મહત્વપૂર્ણ છે ઈશાન: ઈશાન ખૂણો કરિયરની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ઘરના સભ્યોના કરિયર કેવી રહેશે તે ઈશાન ખૂણાથી સંબંધિત છે. કરિયરમાં જો પ્રગતિ કરવી હોય તો ઇશાન ખૂણાને સ્વચ્છ અને ખુલ્લો રાખો. આ ખૂણામાં લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી સવાર-સાંજ પૂજા કરો. ઓફિસમાં મીટિંગ રૂમ કે કોન્ફરન્સ રૂમ આ ખૂણામાં બનાવો અને દુકાનમાં મંદિર પણ આ ખૂણામાં સ્થાપિત કરો. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન શિવ છે ઈશાન ખૂણાના દેવતા: ઈશાન ખૂણાના દેવતા ભગવાન શિવ છે. હિમાલય પર્વત પર ભગવાન શિવનો વાસ છે અને આ તે ઉત્તર દિશા સ્થિત છે. ઈશાન ખૂણાને ધ્યાન માટે ઉત્તમ માનવામાં આવે છે. કારણકે ભગવાન શિવ હંમેશા ધ્યાનમાં જ લીન રહે છે.
ખૂબ પવિત્ર માનવામાં આવે છે ઈશાન ખૂણો: ઈશાન ખૂણો ઉત્તર અને પૂર્વ દિશા ભેગી થવાની બને છે. આ સૂર્યોદયની દિશા છે. આ ખૂણાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેથી તેને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્રમાં ઘરના ચાર ખૂણા બતાવ્યા છે. જો ઘરના ચારેય ખૂણાની વ્યવસ્થા તેની પ્રકૃતિ મુજબ કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ ચાર ખૂણા પૈકી ઈશાન ખૂણામાં સફળતાનું રહસ્ય છુપાયેલું હોવાનું માનવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -