વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઈનલમાં પીવી સિંધૂનો પરાજય, ગોલ્ડ મેડલ ચૂકી
મારિન અને સિંધૂ વચ્ચે અત્યાર સુધી 11 મુકાબલા રમાયા છે. જેમા 6માં મારિનનો વિજય થયો છે. જ્યારે 5માં સિંધૂ વિજેતા બની છે. આ મુકાબલામાં રિયો ઓલિમ્પિક-2016ની ફાઇનલ પણ સામેલ છે. જ્યાં સ્પેનિશ ખેલાડીએ જીત મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રથમ ગેમમાં સિંધૂએ શરૂઆતમાં પ્રભાવશાળી રમત બતાવી હતી. તે એકસમયે 14-9થી અને 15-11થી આગળ હતી. જોકે આ પછી સિંધૂની ખરાબ રમતના કારણે મારિને 16-16થી સ્કોર બરાબર કરી લીધો હતો. આ પછી મારિને પ્રથમ ગેમ 21-19થી જીતી લીધી હતી. બીજા ગેમમાં તો સિંધૂ સાવ દબાણમાં જોવા મળી હતી. મારિને શરૂઆતથી જ 5-0થી અને 7-2થી લીડ બનાવી હતી. સિંધુ છેક સુધી આ લીડ કાપી શકી ન હતી અને મારિને 21-10થી ગેમ જીતી મુકાબલો જીતી લીધો હતો.
નવી દિલ્હી: ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂનો વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં ફરી એક વખત ઈતિહાસ રચચા ચૂકી ગઈ હતી. સિંધૂનો ફાઇનલમાં સ્પેનની કેરોલિના મારિને સીધા સેટોમાં 21-19, 21-10થી હરાવી હતી. ફાઇનલમાં પરાજય થતા સિંધુએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. સિંધૂ સતત બીજી વખત ગોલ્ડ મેડલથી વંચિત રહી હતી. મારિને ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -