રાજકોટ: સગીરા પર એક મુસ્લિમ સગીરે કર્યો રેપ, પરિવારે કરી મદદ

આથી પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. ગઢવી, પીએસઆઇ મૂળુભા ધાંધલ અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે દુષ્કર્મના આરોપી તેમજ મદદગારી કરનાર તેના ભાઇ અને માતા-પિતાની શોધખોળ શરૂ કરી છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં રહેતી એક 13 વર્ષની સગીરા પોતાના નિત્યક્રમ મુજબ ટ્યુશન જતી હતી. ગત શુક્રવારે બપોરે ટ્યુશને ગયા બાદ તે પાછી ન ફરતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. જેથી પરિવારજનોએ ભક્તિનગર પોલીસમથકમાં પોતાની પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ: આજકાલ દુષ્કર્મના અનેક બનાવો બને છે. રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. તેનું એક પછી એક ઉદાહરણ આપણી સામે આવતું જાય છે. આવો જ કિસ્સો રાજકોટમાં બન્યો છે.
પોલીસે ઘટનાની તપાસ કરતા સગીરાને રણછોડનગર વિસ્તારમાં રહેતો 16 વર્ષનો મુસ્લિમ તરુણ અપહરણ કરી ગયાનું અને તરુણી પર દુષ્કર્મ આચર્યાનું બહાર આવ્યું હતું.
રાજકોટના એક સુખી પરિવારની 13 વર્ષની સગીરાને ટ્યુશન ક્લાસ પાસેથી અપહરણ કરીને રણછોડનગર વિસ્તારમાં રહેતા 16 વર્ષના સગીરે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં સગીર આરોપીનો ભાઈ અને તેના માતા-પિતા મદદ કરતું હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને પગલે ભક્તિનગર પોલીસે સગીર આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.