રાજકોટ પોલીસે ડી-ગેંગના ચાર શાર્પશૂટર્સને ઝડપ્યા, વ્યાપારીની હત્યા માટે લીધી હતી 10 લાખની સોપારી

સૂત્રોના કહેવા પ્રમાણે, શાર્પશૂટર્સ કોઇ ઘટનાને અંજામ આપે તે અગાઉ રાજકોટ પોલીસની એન્ટી ટેરેરિસ્ટ સ્કોડે તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે, ઝડપાયેલા ચારેય આરોપીઓ મરાઠી છે. જેમાં એક રામદાસ રહાણે, વીનીત કુંડલીક, સંદિપ દયાનંદ અને અનિલ રાજુભાઇ ધીલોડ છે. તેઓ કોઇ કારની ચોરી કરી જામનગરના બિઝનેસમેનની સોપારી લઈ હત્યા કરવાની યોજનાને અંજામ આપવા અહીં આવ્યા હતા. પોલીસે આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, પોલીસે આ શાર્પશૂટર્સ જામનગરના એક બિઝનેસમેનની હત્યા કરવા આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ શાર્પશૂટર્સને પાકિસ્તાનમાં કાર્યરત ડી-ગેંગ તરફથી જામનગરના એક બિઝનેસમેનની હત્યા માટે સોપારી આપી હતી.પોલીસને આરોપીઓ પાસેથી મહારાષ્ટ્ર અને ગુજરાતની અનેક નકલી નંબર પ્લેટ્સ મળી આવી હતી.
રાજકોટ: રાજકોટ પોલીસે અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી શાર્પશૂટરોને ઝડપી પાડ્યા હતા. શાર્પશૂટર્સ એક ખાનગી વોલ્વો બસ મારફતે નાસિકથી રાજકોટ આવી રહ્યા હતા. દરમિયાન મળેલી ખાનગી માહિતીના આધારે પોલીસે રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી ચાર શાર્પશૂટર્સને બસમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસને ચાર આરોપીઓ પાસેથી ચાર પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓને દાઉદ ઇબ્રાહિમના ભાઇ અનિસ ઇબ્રાહિમે બિઝનેસમેનની હત્યા માટે 10 લાખની સોપારી આપી હતી.