✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જામનગરઃ યુવકને વિધવા યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, યુવતીના ભાઈને નહોતું એ મંજૂર, જાણો પછી શું થયું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 May 2017 10:35 AM (IST)
1

જો કે આ મામલે અંગે સમાજના રીત રિવાજ મુજબ સમાધાન થઈ ગયું હતું. ભરત દલિત સમાજનો છે જ્યારે સન્ની વાલ્મિકી સમાજનો છે. આ હત્યાના કારણે આસપાસના વિસ્તારોમાં ઉશ્કેરાટ ફેલાઈ જતાં પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો.

2

પોલીસે રાજીબેનની ફરિયાદ પરથી સન્ની, કરણ અને જયદીપ પઠાણ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, થોડો સમય પહેલાં વિધવા બનેલી મીરાને ભરત સાથે લગ્ન કરી તેના ઘરમાં બેસવું હતું પણ રાજીબેને ભરતને રોકતાં થોડા દિવસો પહેલા મીરાએ રાજીબેન, ભરતભાઈ અને તેના ભાઈ સામે પોલીસમાં અરજી કરી હતી.

3

ભરતને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે ભરતનાં માતા રાજીબેન રાઠોડે પોલીસમાં આપેલા નિવેદન મુજબ ભરત ઉર્ફે મઢાને સન્ની શામજીભાઈની બહેન મીરા સાથે સંબંધ હતો. પરંતુ સન્નીને આ સંબંધ માન્યો ન હતો. જેથી આ હત્યા કરી હોવાનું જણાવવામ આવ્યું હતું.

4

ભરતે રીક્ષા ઉભી રાખતાં સન્નીએ ભારત પર છરી વડે હુમલો કર્યો હતો. છરીનો એક ઘા ગળા પર વાગતાં બચવા માટે ભરતે પોતાના ઘર તરફ દોટ મુકી હતી. સન્નીનો ભાણેજ કરણ સંજયભાઈ મકવાણા અને જયદીપ પઠાણે ભરતને પાડી દીધો હતો. ભરત ઢળી પળતા આ શખ્સો ત્યાથી નાશી છૂટ્યા હતા.

5

આ ઘટનાની વિગત એવી છે કે, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી શુક્રવારે રાત્રે શંકર ટેકરીની સિધ્ધાર્થ કોલોનીમાં રહેતો ભરત કરશનભાઈ રાઠોડ ઉર્ફે મઢો (ઉ.વ.32) રિક્ષાવાળો પોતાની રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણી રિક્ષાની આડે બાઇક નાખી સન્ની શામજીભાઈ મેઘજીભાઈએ તેને આંતર્યો હતો.

6

જામનગર: જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને શંકરટેકરીમાં જ રહેતી વિધવા યુવતી સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. આ સંબંધથીના નારાજ યુવતીના ભાઈ અને બે શખ્સે શુક્રવારે રાત્રે યુવાનને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આંતરી છરી વડે હુમલો કરતા આ યુવાનનું ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું.

  • હોમ
  • રાજકોટ
  • જામનગરઃ યુવકને વિધવા યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, યુવતીના ભાઈને નહોતું એ મંજૂર, જાણો પછી શું થયું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.