રાજકોટઃ એક કરોડ રૂપિયાની જૂની નોટ સાથે ત્રણ ઝડપાયા, જાણો કેટલા કમીશનમાં મળવાની હતી નવી નોટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના દિપક સોનીની જામનગરમાં સાથે રહેતા ત્રિલોક બાલકૃષ્ણ દવે અને સુલેમાન મુસા ભટ્ટી સાથે ઓળખાણ થયા બાદ નોટ બદલીનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જૂની ચલણી નોટો કોની છે તે અંગે એસઓજી દ્વારા આકરી પૂછપરછ થઇ રહી છે. 1 કરોડની જૂની ચલણી નોટોના બદલામાં રૂપિયા 22 લાખની નવી નોટો આપવાની લાલચ આપનાર જામનગરના 2 શખ્સો પાસેથી કોઈ રોકડ રકમ મળી નથી.
પોલીસે જણાવ્યું કે, આ ત્રણેય કમીશન સાથે જૂની નોટના બદલામાં નવી નોટ લેવા માટે રાજકોટ આવ્યા હતા. આરોપીઓ જામનગરના 2 શખ્સોના સંપર્કમાં આવ્યા હતા અને તેની પાસેથી 22 ટકા કમિશન લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા. એસઓજીએ આઇટી વિભાગને પણ જાણ કરી દીધી છે.
રાજકોટ:નોટબંધી બાદ જૂની નોટો બદલાવવાનો સમય ક્યારનો પૂર્ણ થઇ ગયો છે પરંતુ રાજકોટમાંથી એક કરોડ રૂપિયાની જૂની ચલણી નોટ સાથે ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે, સુરતના એક અને જામનગરના બે વ્યક્તિની જૂની નોટ સાથે ધરપકડ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -