રૂપાણીની વિકાસ અંગે ચર્ચા કરવાની ચેલેન્જ ક્યા કોંગ્રેસી નેતાએ ઉપાડી? રૂપાણીને શું ફેંક્યો સામો પડકાર?
તેના જવાબમાં રાજકોટની પૂર્વ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ વિજય રૂપાણીના પડકારને ઝીંલી લીધો હતો. અને જણાવ્યું કે, વિજયભાઈની આ ચેલેન્જનો હું સ્વીકાર કરું છું, સાથે તેમને પણ ચેલેન્જ આપું છું કે, ભાજપના 22 વર્ષના શાસનમાં ખરેખર કોંગ્રેસ કરતા ભાજપે વધુ વિકાસ કર્યો હોય તો તે જનતા સામે જાહેરમાં ચર્ચા કરવામાં પાછા ન પડે. વિજયભાઈ જ્યાં કહેશે ત્યાં હું મારા ખર્ચે બધી વ્યવસ્થા કરી આપીને હું ત્યાં આવવા તૈયાર છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ: ભાજપની ગૌરવ યાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. અને ગામે ગામ ભાજપનો રથ ફરી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને વિકાસની જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો.
વધુમાં ઈન્દ્રશીલ રાજ્યગુરુએ કહ્યું કે, ભાજપ ચર્ચા માટેનું સમય અને સ્થળ જણાવે અને તેમને કોઈ પણ જાતનો સરકારી ખર્ચ કરવાની જરૂર નથી.
કોંગ્રેસના ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, હાલ સોશિયલ મીડિયામાં લોકો ભાજપના વિકાસને ગાંડો, રઘવાયો, દોડતો થયો કહી મઝાક ઉડાવી રહ્યા છે. તે સિવાય મારા હારા છેતરી ગયાની લાગણી સાથે સોશિયલ મીડિયા મારફતે લોકો પોતાના ભાવ આપી રહ્યા છે. વિકાસની વાતોથી ત્રસ્ત થયેલી જનતાને હવે સાચી હકિકત જાણવાનો પૂરતો અધિકાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -